અણીની આર્ટ

27 February, 2021 09:15 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

અણીની આર્ટ

પેન્સિલની અણી પર જટિલ આર્ટવર્ક

નાનપણમાં પેન્સિલનો ઉપયોગ તો બધાએ કર્યો જ હશે એટલે પેન્સિલની અણી કેટલી બરડ અને નાજુક હોય છે એ જણાવવાની કોઈ જરૂર રહેતી નથી. જોકે જપાનનો કલાકાર શિરોઈ પેન્સિલની અણી પર જટિલ આર્ટવર્ક કંડારે છે.

સાત વર્ષ પહેલાં ટીવી પર એક શોમાં પેન્સિલ પરની કારીગરી જોઈને તેને પણ હાથ અજમાવવાનું મન થઈ આવ્યું. પેન્સિલ પર કારીગરી કરતી વખતે હાથ હલીને પેન્સિલની અણી બટકી ન જાય એ સાચવીને આર્ટવર્ક કરવું ઘણું પડકારરૂપ છે. કહેવાય છેને કે ‘પ્રૅક્ટિસ મેક્સ મૅન પર્ફેક્ટ’ એમ વર્ષોની મહેનતથી તેણે આ કળા હસ્તગત કરી લીધી છે. આ કલાકારે પેન્સિલની અણી પર અંગ્રેજી ‘એ’થી ‘ઝેડ’ સુધીના અક્ષર કોર્યા હતા. જોકે આ આર્ટવર્કના ફોટો પાડ્યા બાદ પેન્સિલની અણી બટકી ગઈ હતી.

offbeat news international news japa