વૈજ્ઞાનિકોએ બાળકના ચહેરા જેવો રોબો બનાવ્યો : એને પીડાનો અહેસાસ થાય છે

26 February, 2020 07:43 AM IST  |  Japan

વૈજ્ઞાનિકોએ બાળકના ચહેરા જેવો રોબો બનાવ્યો : એને પીડાનો અહેસાસ થાય છે

બાળકના ચહેરા જેવો રોબો

જપાનના વૈજ્ઞાનિકોએ સ્પર્શ અને પીડાની સંવેદના ધરાવતો ‘એફેટ્ટો’ નામનો ઍન્ડ્રૉઇડ બેઝ્ડ રોબો બનાવ્યો છે. ઇટેલિયન ભાષામાં ‘એફેટ્ટો’નો અર્થ ‘અફેક્શન’ એટલે કે ‘લાગણી’ થાય છે.

એ વૈજ્ઞાનિકોનો દાવો છે કે માણસ રોબો સાથે રહેતો હોય એ દિવસો દૂર નથી. ઓસાકા યુનિવર્સિટીએ એ રોબોનો વિડિયો પણ પ્રસારિત કર્યો છે. મૂળ ૨૦૧૧માં બનાવેલા રોબોમાં ૨૦૧૮માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. બાળકના ચહેરાના આકારના રોબોના ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ માટે એના પર લગાવવામાં આવેલી સિન્થેટિક સ્કિનને કારણે એ પીડા કે અન્ય સંવેદના વ્યક્ત કરે છે.

japan offbeat news hatke news