07 June, 2019 09:41 AM IST |
આ માણસનું મોઢું નથી, પર્સ છે
જૅપનીઝ આર્ટિસ્ટે એવું રિયલિસ્ટિક દેખાય એવું પર્સ બનાવ્યું છે કે એ ખોલતાં જ ડરી જવાય. આ પર્સમાં ઝીણી દાઢી ધરાવતા યુવકનું મોઢું હોય એવું લાગે છે.
એમાં જો હોઠના ભાગને તમે ખેંચીને ખોલો તો એમાં હૂબહૂ રિયલ દાંત, પેઢાં અને તાળવા જેવી રચના છે. એમાં તમે કૉઇન મૂકીને હોઠ બીડી દો એટલે પર્સ બંધ થઈ જાય. ડૂ નામનું આ પર્સ સિલિકોનનું બનેલું છે અને લિટરલી માણસની ચામડી જેવી જ ફીલ આપે છે.
આ પણ વાંચો : કપલે લગ્ન માટે બચાવેલા રૂપિયા આ ઘેટાની સારવારમાં વાપરી નાખ્યા
પહેલી જૂને જ આર્ટિસ્ટે આ કૉઇન પર્સનો વિડિયો ટ્વિટર પર મૂક્યો હતો અને અત્યાર સુધીમાં એને ૧૨ મિલ્યન વ્યુઝ મળી ચૂક્યા છે.