જપાનના આર્ટિસ્ટે નૂડલ સૂપના ચિત્રવાળો થ્રી-ડી ફેસ-માસ્ક બનાવ્યો

26 September, 2020 07:24 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનના આર્ટિસ્ટે નૂડલ સૂપના ચિત્રવાળો થ્રી-ડી ફેસ-માસ્ક બનાવ્યો

થ્રી-ડી ફેસ-માસ્ક

કોરોના રોગચાળાના સમયમાં ફેસ-માસ્કને કારણે ઊભી થતી અન્ય સમસ્યાઓમાં એક ચશ્માં ધૂંધળા થઈ જવાની ઉપાધિ ઉમેરાઈ છે. જપાનના ઍનેમિશન-આર્ટિસ્ટ તાકાહિરા શિબાતાએ એ સમસ્યાનો ઉકેલ શોધ્યો છે. ફેસ-માસ્કને તેણે આકર્ષક બનાવ્યો છે. એ રેમન માસ્કમાં નૂડલ્સ સૂપની પ્રતિકૃતિરૂપ ચિત્ર છે. લીલા કાંદા, બામ્બુ શૂટ્સ, ફિશ કેક અને બ્રેઇઝ્ડ પૉર્ક વગરેનું દૃશ્ય ફેસ-માસ્ક પર દેખાય છે. સૂપના બોલ જેવા દેખાતા ફેસ-માસ્કમાં અંદર રૂ પણ લગાવવામાં આવ્યું છે જેથી માસ્ક પહેરવામાં તકલીફ ન પડે.

japan offbeat news hatke news international news