બે તરબૂચ વેચાયાં 83,000 રૂપિયામાં

26 May, 2020 07:31 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

બે તરબૂચ વેચાયાં 83,000 રૂપિયામાં

તરબૂચ

જપાનના હોકાઇડો પર્ફેક્ચરના સપોરોમાં દર વર્ષે એક્ઝોટિક ફળોનું ઑક્શન થાય છે. આ વર્ષે પહેલું ઑક્શન થયું હતું જેમાં બે તરબૂચની એક જોડી ૧,૨૦,૦૦૦ યેન એટલે કે લગભગ ૮૩,૦૦૦ રૂપિયામાં વેચાયું હતું. અલબત્ત, આ વેચાણથી લોકો ખાસ ખુશ નથી કેમ કે ગયા વર્ષની સરખમાણીમાં ઑક્શનમાં ખૂબ ઓછી કિંમત મળી છે. ગયા વર્ષે સૌપ્રથમ જૅપનીઝ મેલનની જોડી ૫ મિલ્યન યેન એટલે કે લગભગ ૩૫ લાખ રૂપિયામાં વેચાઈ હતી.

japan offbeat news hatke news international news