પિરિયડ ચાલુ હોય તો મહિલાએ બિલ્લો પહેરવાનો, સોશિયલ મીડિયામાં થયો વિરોધ

04 December, 2019 10:18 AM IST  |  Japan

પિરિયડ ચાલુ હોય તો મહિલાએ બિલ્લો પહેરવાનો, સોશિયલ મીડિયામાં થયો વિરોધ

પિરીયડ્સ સમયે આ બિલ્લો પહેરવો છે ફરજિયાત

જપાનના ઓસાકા શહેરના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કરતી મહિલાઓને માસિક સ્રાવના દિવસોમાં પિરિયડ બૅજ પહેરવાનો નિયમ લાગુ કરવા સામે વિરોધ જાગ્યો છે. ઓસાકામાં મહિલાઓની મૅન્સ્ટ્રુઅલ ઍન્ડ સેક્સ્યુઅલ હેલ્થને સંબંધિત પ્રોડક્ટ્સ વેચતા મિચી કાકે સ્ટોરમાં કાર્ટૂન-કૅરૅક્ટર સીરી ચેનનું ચિત્ર ધરાવતો બૅજ સ્ટોરની રજસ્વલા મહિલા કર્મચારીઓને પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જૅપનીઝ ભાષામાં સીરી ચેનનો અર્થ મિસ પિરિયડ થાય છે.
આ બૅજ પહેરવો ફરજિયાત નથી, પરંતુ સ્ટાફ અને ગ્રાહકોને સ્ટોર પરત્વે લગાવ વ્યક્ત કરવા માટે અને પિરિયડ્સ તરફની સૂગ દૂર કરવા માટે આ પ્રકારના બૅજ પહેરવાની રીતરસમનો આરંભ સ્ટોરના એક્ઝિક્યુટિવ્ઝે કર્યો હતો. જોકે આ પ્રકારની વ્યવસ્થા સામે ગ્રાહકો અને સામાન્ય નાગરિકો તરફથી ઘણી ફરિયાદ મળી છે. વિરોધદર્શક ફરિયાદોમાં આવા બૅજ પહેરાવીને મહિલા કર્મચારીઓને હેરાન કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બૅજ પહેરાવીને સ્ત્રી-પુરુષ ભેદભાવ વ્યક્ત કરવામાં આવતો હોવાનું જણાવતાં લોકો રોષ વ્યક્ત કરતા હોય છે. સ્ટોરના એક પુરુષ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે ‘અમે બૅજ પહેરવાની રીતરસમ વિશે પુનર્વિચાર કરીએ છીએ. એ બાબતને ફરજિયાત નિયમ બનાવવાનો અમારો કોઈ ઇરાદો નહોતો. અમે એ બાબતને ફરજિયાત બનાવવા ઇચ્છતા નહોતા.’

japan offbeat news hatke news