જપાનમાં આ કંપની DNA તપાસીને જીવનસાથી શોધી આપે છે

08 June, 2019 09:32 AM IST  |  જપાન

જપાનમાં આ કંપની DNA તપાસીને જીવનસાથી શોધી આપે છે

જપાનમાં આ કંપની DNA તપાસીને જીવનસાથી શોધી આપે છે

જીવનસાથી પોતાની પસંદગીનો હોય તો જ લગ્નજીવન સુખી હોય એવું હવે નથી રહ્યું. આપણે ત્યાં અનેક મૅચમૅકિંગ પ્લૅટફૉર્મ્સ છે જેમાં તમે સમાજ, જ્ઞાતિ, સામાજિક સ્ટેટસ, દેખાવ વગેરે જોઈને ચોકઠાં ગોઠવવામાં આવે છે. આપણે ત્યાં જેમ બે લોકો વચ્ચે મેળ પાડતાં પહેલાં તેમના ગ્રહો મળે છે કે નહીં એ તપાસવામાં આવે છે એમ જપાનમાં નવો શિરસ્તો સાયન્સને આધારે બન્યો હોવાનો દાવો કરવામાં આવે છે.

અહીં નોજ્જે નામની કંપની તમારાં ડીએનએ તપાસીને તમારું અમુક-તમુક વ્ય‌ક્તિ સાથે જીવન જામશે કે નહીં એ નક્કી કરી આપે છે. આ કંપનીમાં મેમ્બર બનવા માટેની ફી છે ૨૧,૦૦૦ રૂપિયા. એ ઉપરાંત ડીએનએ ટેસ્ટ કરવાની અને એને અનુરૂપ મૅચિંગ શોધી આપવા માટે બીજા ૩૪,૦૦૦ રૂપિયાની ફી લેવામાં આવે છે. નવાઈની વાત એ છે કે આ સર્વિસમાં દર મહિને ૨૦૦ નવા યુવાનો મેમ્બર બને છે.

આ પણ વાંચો : ચીનના કેદીઓ માટે શરૂ થઈ ઑનલાઇન શૉપિંગ સર્વિસ

આમ તો પચીસ વર્ષથી મૅચમૅકિંગનું કામ કરતી કંપનીએ ડીએનએ મૅચિંગ સર્વિસ થોડા મહિના પહેલાં જ શરૂ કરી છે. ડીએનએમાં ૧૬,૦૦૦ પ્રકારનાં વેરિએશન્સ તપાસીને એને મૅચ કરવામાં આવે છે. જેમનાં ડીએનએમાં ૮૦ ટકા જેટલું સામ્ય હોય તેમને મેળવવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે જે લોકો અંતર્મુખી છે, જીવનસાથી માટે ડે‌ટિંગ કરીને તંગ આવી ચૂક્યા છે અથવા પારંપરિક રૂપે લોકોને મળવામાં સંકોચ અનુભવે છે એવા લોકોને આ સર્વિસ બહુ ગમે છે.

japan offbeat news hatke news