એકાગ્રતા હોય તો આ જેન્ગા-માસ્ટર ડૉગી જેવી

23 June, 2020 07:52 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

એકાગ્રતા હોય તો આ જેન્ગા-માસ્ટર ડૉગી જેવી

જુઓ આ ડૉગીની એકાગ્રતાને

જેન્ગા બ્લૉક્સની રમત કોઈ પણ એજ પર રમવાની મજા આવે છે. એમાં તમારો હાથ કેટલો સ્થિર રહે છે એની પર જ ગેમનો મદાર રહે છે. મોટા બ્લૉકના ટાવરમાંથી ઇંટો કાઢ્યે જવાની અને છતાં ટાવર ભોંયભેગો તો ન જ થવો જોઈએ. ઇટલીના રોમમાં આ રમત એક ડૉગી રમતો હોય એવો વિડિયો બહાર પડ્યો છે. એમાં જેન્ગા-ટાવરને વાઇન ભરેલા ગ્લાસ પર બૅલૅન્સ કરવામાં આવ્યો છે. રશ નામનો આ ડૉગી માણસોને જેન્ગા રમતાં જોઈને એ કઈ રીતે રમાય એ શીખી ગયો છે. ભાઈસાહેબ એમાંથી એક બ્લૉક કાઢવા માટે દાંતનો ઉપયોગ કરે છે. વિડિયોમાં લગભગ ત્રણ વાર એનો ટર્ન આવે છે અને ત્રણેય વાર તે અદ્ભુત એકાગ્રતા અને કુશળતાનું પ્રદર્શન કરે છે.

italy offbeat news hatke news international news