ઑનલાઇન ધર્મોપદેશમાં ભૂલથી કાર્ટૂન ફિલર્સ ઑન રહી જતાં પાદરીની થઈ કૉમેડી

27 March, 2020 07:23 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ઑનલાઇન ધર્મોપદેશમાં ભૂલથી કાર્ટૂન ફિલર્સ ઑન રહી જતાં પાદરીની થઈ કૉમેડી

પાદરી

ઇટલીના સાલેર્નો પ્રાંતના એક ચર્ચમાં પાદરી પાઓલો લૉન્ગો સાથે અજાણતાં અનોખી એક રમુજી ઘટના બની હતી. કોરોના વાઇરસના રોગચાળાને કારણે લોકો હાજરી ન આપી શકે તો ઘેરબેઠાં પ્રાર્થના કરી શકે અને ઉપદેશ સાંભળી શકે એ માટે પાદરી પાઓલો લૉન્ગોની સમૂહપ્રાર્થના અને ધર્મોપદેશનું સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું. લાઇવ સ્ટ્રીમિંગની એ વ્યવસ્થાની સાથે એ-આર ફિલ્ટર્સ ચાલુ રહી ગયાં હતાં. એવા સંજોગોમાં પાદરી તેમના સંબોધન દરમ્યાન અલગ-અલગ કાર્ટૂન પાત્રોના સ્વાંગમાં જોવા મળતા હતા. પાદરી પાઓલો લૉન્ગોને એ આકસ્મિક ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે રમૂજ જીવન માટે જરૂરી છે અને હસવું એ ખૂબ સારી બાબત છે.

italy offbeat news hatke news international news