અતરંગી ઍવકાડો આર્ટ, આ કળા ઈન્સ્ટાગ્રામ પર છે ફૅમસ

11 March, 2020 09:41 AM IST  |  Italy

અતરંગી ઍવકાડો આર્ટ, આ કળા ઈન્સ્ટાગ્રામ પર છે ફૅમસ

ઍવકાડો આર્ટ

મૂળ ઇટલીના બન્ગારા કલાબ્રા ટાઉનમાં રહેતા ડેનિઅલ બરેસી નામનો યુવક તેના હાથમાં જેકંઈ પણ આવે તેની પર કાતર, બ્લેડ ચલાવવાનું મન રોકી શકતો નથી. સાત વર્ષની વયથી આ સિલસિલો ચાલે છે.

સાત વર્ષની વયે તે નાહવા જાય ત્યારે સાબુ પર કોતરણી કરી મૂકતો અને કિચનમાં જાય તો ફોમ કે રેઝિન પર કાતર ફેરવીને જાતજાતના શેપ આપતો. જોકે તેની ઍવકાડો ફળ પર કોતરણી કરવાની કળા એટલી ફેમસ થઈ છે કે ઇન્સ્ટાગ્રામ પર એની ઍવકાડો આર્ટના નમૂના ધૂમ મચાવે છે.

આ પણ વાંચો : 33.97 કરોડમાં વેચાયું 18મી સદીનું ચીની તૂંબડું

ઍવકાડો પર કોતરણી કરવાનું કામ આમ તો બહુ સહેલું હોય છે, પરંતુ એ માટે તેને બહુ સમય નથી મળતો. એનું કારણ એ છે કે ફળને તમે કાપો એટલે થોડીક જ વારમાં ઑક્સિડાઇઝેશનને કારણે એ કાળું પડવા લાગે છે. ફળ તાજું અને ફ્રેશ લાગે એ માટે એમાં કાપો મૂકતાં પહેલાં જ તેણે ડિઝાઇન બાબતે સ્પષ્ટ થઈ જવું પડે છે અને ખૂબ ત્વરાથી કોતરણી પૂરી કરવી પડે છે.

italy offbeat news hatke news