ઇટલીના એક ગામમાં વસવાટ કરવા માટે સામેથી પૈસા આપવામાં આવે છે

02 November, 2020 07:39 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ઇટલીના એક ગામમાં વસવાટ કરવા માટે સામેથી પૈસા આપવામાં આવે છે

ઇટલીનું એક ગામમાં વસવાટ કરવા માટે સામેથી પૈસા આપે છે

આજકાલ અમેરિકા, બ્રિટન, કૅનેડા, પોલૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ તરફ ધસારો કરતા ગુજરાતીઓ સહિત ભારતીયોએ એક વખત ધ્યાન આપવા જેવા સમાચાર છે. ઇટલીના દક્ષિણ-મધ્ય ક્ષેત્રના એક ગામમાં થોડા વખત માટે કે લાંબા વખત માટે રહીને ધંધો કરનારને સામેથી પૈસા ચૂકવવામાં આવે છે. સેન્ટો સ્ટેફનો દી સસાનિયો મધ્ય યુગનું ગામ અથવા નાનકડું નગર છે. શહેરોની ધાંધલથી દૂર શાંત વાતાવરણ છે. અત્યારે એ ગામમાં ૧૧૫ જણ રહે છે. એમાં ૧૩ જણ ૨૦ વર્ષથી ઓછી ઉંમરના અને ૪૧ જણ ૬૫ વર્ષથી વધારે ઉંમરના છે. એ ગામમાં રહેવા જનારને ટાઉન કાઉન્સિલ રહેવા અને ધંધો કરવાની જગ્યા આપે છે. તેને પહેલાં ત્રણ મહિના દર મહિને ૮૦૦૦ યુરો (અંદાજે ૬. ૯૬ લાખ રૂપિયા) ચૂકવે છે. એ રીતે ત્રણ મહિનામાં ૨૪,૦૦૦ યુરો (અંદાજે ૨૦.૮૯ લાખ રૂપિયા) ચૂકવવામાં આવે છે. એ ઉપરાંત ૨૦,૦૦૦ યુરો (અંદાજે ૧૭. ૪૧ લાખ રૂપિયા) પણ ટાઉન કાઉન્સિલ ચૂકવે છે. જોકે ત્યાં રહેવા અને ધંધો કરવા ગયેલી વ્યક્તિએ જગ્યાનું પ્રતીકાત્મક ભાડું ચૂકવવાનું રહે છે, પરંતુ ૧૫ ઑક્ટોબરથી અમલમાં આવેલી આ યોજના ઇટલીના રહેવાસીઓ માટે અને ૪૦ વર્ષ કે એથી ઓછી ઉંમરના લોકો માટે છે. અત્યાર સુધીમાં ૧૫૦૦ અરજીઓ મળી છે, પરંતુ ટાઉન કાઉન્સિલ હમણાં ફક્ત ૧૦ જણ (પાંચ દંપતી)ને મંજૂરી આપશે. ભવિષ્યમાં એ સંખ્યા વધારવાની મેયરે ખાતરી આપી છે.

italy offbeat news hatke news international news