આઇફોન તળાવમાં પડી ગયા પછી એક વર્ષે જડ્યો ત્યારે વર્કિંગ કન્ડિશનમાં હતો

11 April, 2021 08:36 AM IST  |  Taiwan | Gujarati Mid-day Correspondent

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આ બાબતની પોસ્ટ મશહૂર થઈ છે

ચેન, આઇફોન

તાઇવાનના ચેન નામના એક સ્થાનિક રહેવાસીનો આઇફોન તળાવમાં પડી ગયાના લગભગ એકાદ વર્ષ પછી પાછો મળ્યો ત્યારે એ ફોન વર્કિંગ કન્ડિશનમાં છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આ બાબતની પોસ્ટ મશહૂર થઈ છે. ચેને એક વર્ષ પહેલાં વૉટરપ્રૂફ કેસમાં મૂકીને ગળે બાંધેલો આઇફોન આકસ્મિક રીતે ‘સન-મૂન લેક’ નામે જાણીતા તળાવના પાણીમાં પડી ગયો હતો. ૫૦ વર્ષમાં પહેલી વખત આ વર્ષે તાઇવાનમાં દુકાળ પડતાં તળાવમાં પાણીની સપાટી સાવ નીચે ઊતરી ગઈ ત્યારે ચેનભાઈનો આઇફોન નજરે ચડ્યો હતો. આઇફોન મળ્યો હોવાનો સંદેશ મળતાં ચેન ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ફોન મળ્યા પછી ચાર્જિંગ માટે મૂક્યો ત્યારે ફરી આશ્ચર્ય થયું હતું, કારણ કે એ ફોન પૂર્ણ રૂપે વર્કિંગ કન્ડિશનમાં હતો.

offbeat news china taiwan