કાનૂની લડતના નિકાલ માટે પતિએ જોડે તલવારબાજી દ્વારા ફેંસલાની માંગ કરી

17 January, 2020 10:08 AM IST  |  America

કાનૂની લડતના નિકાલ માટે પતિએ જોડે તલવારબાજી દ્વારા ફેંસલાની માંગ કરી

અમેરિકાના આયોવા શહેરમાં રહેતા ૪૦ વર્ષના ડેવિડ ઓસ્ટ્રોમે ભૂતપૂર્વ પત્ની સામેની કાનૂની લડતના નિકાલ માટે તેની સાથે તલવારબાજી કરવા દેવાની માગણી કરી છે. ડેવિડે કોર્ટને જણાવ્યું છે કે ‘મારી ભૂતપૂર્વ પત્ની ૩૮ વર્ષની બ્રિજેટે મને કાનૂની લડતમાં કંગાળ કરી નાખ્યો છે. ન્યાયાધીશ બન્ને પક્ષોને કાયદેસર રીતે વિવાદો લડાઈના મેદાનમાં ઉકેલવાની છૂટ આપી શકે છે. અમેરિકામાં લડાઈ દ્વારા કાનૂની વિવાદોનો ઉકેલ લાવવાની જોગવાઈ પર પ્રતિબંધ કે નિયંત્રણ નથી. હું મારી પત્ની સાથે કે તેણે નિયુક્ત કરેલા લડવૈયા સાથે તલવારબાજી કરવા તૈયાર છું. જૅપનીઝ સમુરાઈ તલવારો બનાવડાવવા કે શોધવાની મોકળાશ માટે મને ૧૨ અઠવાડિયાં આપવાની હું ન્યાયાધીશને વિનંતી કરું છું.’

આ પણ વાંચો : લગ્નનાં બે અઠવાડિયાં પછી પતિને ખબર પડી કે તેની પત્ની તો પુરુષ છે

પતિની આ માગણી સાંભળીને પત્ની બ્રિજેટ ઓસ્ટ્રોમના વકીલ મૅથ્યુ હડસને ડેવિડના માનસિક સ્વાસ્થ્યની તપાસ કરાવવાનો અનુરોધ અદાલતને કર્યો છે.

united states of america offbeat news hatke news