છેક હમણાં ડિલિવર થયું 33 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ

11 May, 2020 07:25 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

છેક હમણાં ડિલિવર થયું 33 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ

પોસ્ટકાર્ડ

અમેરિકાના આયોવા રાજ્યના થ્રૉન્ટન ગામમાં રહેતા એક ખેડૂતભાઈને તાજેતરમાં તેમના મેલબૉક્સમાંથી અજીબ પોસ્ટકાર્ડ મળી આવ્યું. આ એ પોસ્ટકાર્ડ છે જે તેની બહેને તેને ૩૩ વર્ષ પહેલાં ૧૯૮૭માં પોસ્ટ કર્યું હતું. ખેડૂત પૉલ વિલિસેના કહેવા મુજબ તાજેતરમાં મને બહેન ઍનીનો પત્ર મળ્યો હતો. એના પર જોયું તો ૧૯૮૭ની સાલ અંકિત કરેલી હતી તેમ જ એ જ વર્ષના ડિસેમ્બર મહિનાનો સૅન ફ્રાન્સિસ્કોનો પોસ્ટમાર્ક પણ હતો. વિલિસે જણાવ્યું કે પોસ્ટકાર્ડ પર બીજો સ્ટૅમ્પ આ વર્ષની ૨૯ એપ્રિલનો હોવાથી તેણે પોસ્ટકાર્ડમાં કોઈ મૂંઝવણ નથી એ જાણવા માટે પોસ્ટ-ઑફિસ પર ફોન કર્યો, તો જવાબ મળ્યો કે કોવિડ-19ને કારણે બધી પોસ્ટ-ઑફિસમાં સફાઈકામ ચાલી રહ્યું છે એથી ફર્નિચર અને મશીનની સફાઈ કરવા માટે એને ખસેડતી વખતે આ પોસ્ટકાર્ડ મળ્યું હતું.

offbeat news hatke news international news