લ્યો હવે નૂડલ્સ કેક પણ આવી ગઈ! પણ ભારતમાં નહીં, ઇન્ડોનેશિયામાં

09 February, 2020 08:27 AM IST  |  Indonesia

લ્યો હવે નૂડલ્સ કેક પણ આવી ગઈ! પણ ભારતમાં નહીં, ઇન્ડોનેશિયામાં

નૂડલ્સ કેક

ઇન્ડોનેશિયાના જકાર્તામાં ટોટ ઓ (ટોટલી ઓસમનું ટૂંકું નામ) બેકરી એની અવનવી કેક માટે જાણીતી છે. હાલમાં આ બેકરીએ ઇન્સ્ટન્ટ નૂડલ્સમાંથી કેક બનાવી છે, જે ઘણી વખણાઈ રહી છે. નૂડલ્સને કેક જેવો શેપ આપીને એના પર ટોપિંગ્સમાં મટન બૉલ્સ, ચિકન કે સૉલ્ટેડ કટલફિશથી સજાવટ કરવામાં આવી છે. વર્ષગાંઠ, લગ્ન સમારંભ કે અન્ય પ્રસંગોએ આ કેક ખાસ મગાવાય છે. 

નૂડલ કેકનું પિક્ચર વાઇરલ થયા બાદ ટ્વિટર પર એને સેંકડો વખત રીટ્વીટ કરાયા પછી કેક પ્રખ્યાત થઈ છે એ સાચું, પણ ટોટ ઓ બેકરી આ કેક લગભગ ૨૦૧૭થી બનાવી રહી છે. બેકરીના એક્સ સ્થાપકે જણાવ્યા મુજબ બાળપણમાં તેમની મમ્મી જે રીતે નૂડલ્સને ડબ્બામાં પૅક કરી આપતી હતી એ જોઈને તેમને નૂડલ કેક બનાવવાની સ્ફુરણા થઈ હતી.

આ પણ વાંચો : પેઇન્ટિંગનું પૂરું પેમેન્ટ ન મળતાં દીવાલ પર ચીતરી નાખ્યું, પૈસા બાકી છે

ટોટ ઓની શરૂઆત એક ડોનટ શૉપ તરીકે કરાઈ હતી, પણ નૂડલ કેક શરૂ થયા બાદ ડોનટની માગ ઘટવા માંડી હતી. જોકે પછી તેમણે ઇન્સ્ટન્ટ નૂડલ ડીપ ફ્રાઇડ ડોનટ્સ બનાવવાનું શરૂ કર્યું જે હવે વિવિધ સ્વાદમાં બનાવાય છે. મધ્યમ કદની એક કેક બનાવવા માટે નૂડલ્સનાં ૧૫-૧૭ પૅકેટ વપરાય છે.

indonesia offbeat news hatke news