લો બોલો, બે કલાક સુધી આ ભાઈએ કાંઈ ન કર્યું : એનો વિડિયો પણ વાઇરલ થયો છે

31 July, 2020 07:09 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

લો બોલો, બે કલાક સુધી આ ભાઈએ કાંઈ ન કર્યું : એનો વિડિયો પણ વાઇરલ થયો છે

મોહમ્મદ દિદિત

લૉકડાઉનમાં લોકો પોતે શું કર્યું એના વિડિયો પોસ્ટ કરે છે અને નેટિઝન્સ એને પસંદ પણ કરે છે, પણ ઇન્ડોનેશિયાના આ યુટ્યુબર મોહમ્મદ દિદિતે બે કલાકનો વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે લિટરલી કાંઈ જ નથી કરતો, બસ બે કલાક સુધી કૅમેરા સામે સતત તાકીને બેસી રહ્યો છે. મોહમ્મદનો વિડિયો જોઈને શક્ય છે કે હવે ઇન્ટરનેટ પર ચાર-પાંચ કે કદાચ આઠ કલાક સુધી કૅમેરા સામે બેસી રહીને કાંઈ ન કરવાના વિડિયોની ભરમાર લાગે તો નવાઈ નહીં. આ વિડિયોને ૧૫ લાખ વ્યુઝ મળ્યા છે તેમ જ એના પર અગણિત મેમ્સ બન્યા છે. જોકે રાતોરાત ઇન્ટરનેટ-સેન્સેશન બનેલા ૨૧ વર્ષના મોહમ્મદનું કહેવું છે કે મેં મારા વ્યુઅર્સની રિક્વેસ્ટને પગલે આ વિડિયો અપલોડ કર્યો હતો. શરૂઆતમાં મોહમ્મદ માત્ર પાંચથી દસ મિનિટનો જ વિડિયો બનાવવાનો હતો, પણ પછી એમાં તેને આનંદ આવ્યો અને વિડિયો બે કલાક જેટલો લાંબો થઈ ગયો. ખાવા-પીવાનું અને અન્ય નૈસર્ગિક જરૂરિયાત નિપટાવીને બેસવા છતાં મોહમ્મદને ભય હતો કે વિડિયોની વચમાં તેનાં મમ્મી-પપ્પા તેને બોલાવે નહીં. જોકે તે તો ઇગ્નોર જ કરવાનો હતો, પણ એવું કાંઈ થયું નહીં. હકીકત એ છે કે મોહમ્મદને પોતાને પણ વિડિયો આટલો વાઇરલ થશે એની ખાતરી નહોતી.

indonesia offbeat news hatke news