સાપને જીભડી બતાડી તો સાપે જીભ જ ખેંચી લીધી

25 October, 2019 08:57 AM IST  |  ઇન્ડોનેશિયા

સાપને જીભડી બતાડી તો સાપે જીભ જ ખેંચી લીધી

સાપને જીભડી બતાડી તો સાપે જીભ જ ખેંચી લીધી

ઇન્ડોનેશિયાના મકાસ્સારમાં એક ટીનેજ છોકરો પકડેલા સાપ સાથે મસ્તી કરવા ગયો અને મસ્તી મોંઘી પડી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે. એક યુવકે સાપને પકડેલો છે અને બીજા ભાઈસાહેબ એ સાપના મોં સામે જોઈને જીભડી કાઢીને ચીડવી રહ્યા છે. સાપને કદાચ પોતાની જેમ બીજું કોઈ જીભ કાઢે એ પસંદ નહીં હોય એટલે તેણે ઝડપ મારીને પેલા યુવકની જીભને જ પકડી લીધી. પકડ એટલી મજબૂત હતી કે સાપને ખેંચવા છતાં એ જીભ છોડતો નહોતો. યુવકની પીડાનો પાર નહોતો. તેણે પીડાથી આંખો બંધ કરી દીધી અને સિસકારા બોલાવવા માંડ્યા પણ સાપે મચક આપી નહીં.

આ પણ વાંચો : વિશ્વવિખ્યાત ઘેટાંનું થયું મૃત્યુ, આ કારણે ગિનિસ બુકમાં નોંધાયું નામ

વધુ અચરજ પમાડે એવી વાત એ હતી કે આ ઘટના જોનારા લોકો ખડખડાટ હસી રહ્યા હતા. થોડીક વારે યુવકની આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા અને તે સાવ ઢીલોઢસ થઈ ગયો ત્યારે સાપે પણ જાણે સબક શીખવાડીને પકડ છોડી દીધી હતી.

indonesia offbeat news hatke news