નીડલ ફિશ ગળામાં આરપાર જતી રહી, માછલી સાથે કિશોર હૉસ્પિટલ પહોંચ્યો

25 January, 2020 10:03 AM IST  |  Indonesia

નીડલ ફિશ ગળામાં આરપાર જતી રહી, માછલી સાથે કિશોર હૉસ્પિટલ પહોંચ્યો

નીડલ ફિશ ગળામાં આરપાર જતી રહી

ઇન્ડોનેશિયાના દક્ષિણ પૂર્વના સુલાવેસી રાજ્યના બુટોન ગામનો ઇદુલ નામનો કિશોર સ્કૂલ પછી મિત્ર સાથે ફિશિંગ કરવા ગયો હતો. મિત્રની બોટ પર કિનારાથી અડધો કિલોમીટર જેટલા અંદર દરિયામાં ગયા બાદ અચાનક ૭૫ સેન્ટિમીટર લાંબી એક નીડલ ફિશે તેની ગરદન પર હુમલો કર્યો હતો. નીડલ ફિશનો હુમલો એટલો ખતરનાક હતો કે તેનું જડબું ઇદુલની ગરદનની આરપાર નીકળી ગયું. 

જોકે આટલા ભયાનક હુમલા પછી પણ હિંમત ન હારતાં ઇદુલે નીડલ ફિશને પોતાના હાથમાં પકડી લીધી. ઇદુલનો મિત્ર બોટને કિનારા પર લઈ આવ્યો અને બન્ને જણ નજીકના ગામની હૉસ્પિટલમાં ગયા. જોકે સર્જરીનાં પર્યાપ્ત સાધનો ન હોવાથી તેમને બીજી હૉસ્પિટલમાં જવાનું જણાવાયું હતું, જ્યાં પહોંચતાં લગભગ ૯૦ મિનિટ લાગી હતી.

ડૉક્ટરોએ સૌથી પહેલાં નીડલ ફિશના જડબાન ધડથી અલગ કર્યું અને પછી સર્જરી કરી. હવે ઇદુલની તબિયત સારી છે અને તે ઝડપથી રિકવર કરી રહ્યો છે.

indonesia offbeat news hatke news international news