આ છે ભારતની એકમાત્ર ગોલ્ડન ટાઇગ્રેસ

15 July, 2020 07:02 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આ છે ભારતની એકમાત્ર ગોલ્ડન ટાઇગ્રેસ

ગોલ્ડન રંગની ટાઇગ્રેસ

હાલમાં સોશ્યલ મીડિયામાં એક ટાઇગરની તસવીર ખૂબ વાઇરલ થઈ છે. એકદમ આછા ગોલ્ડન રંગની આ ટાઇગ્રેસ છે જે દુર્લભ ગણાતી અને ઇન્ડિયાની એકમાત્ર ટાઇગ્રેસ છે. કાઝીરંગા નૅશનલ પાર્કની શાન એવી ‘કાઝી૧૦૬F’ નામે ઓળખાતી આ વાઘણની તસવીર ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર પ્રવીણ કાસવાને ટ્વીટ કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ભારતમાં ગોલ્ડન ટાઇગર પણ છે એ જાણો છો? ૨૧મી સદીમાં જેની નોંધ લેવાઈ હોય એવી ધરતી પરઆ પણ વાંચો : 95 વર્ષના આ દાદાએ વર્ષોથી વાળ કપાવ્યા નથીની આ એકમાત્ર બિગ કૅટ છે.’

આ પણ વાંચો : 95 વર્ષના આ દાદાએ વર્ષોથી વાળ કપાવ્યા નથી

‘ટૅબી ટાઇગર’ અથવા તો ‘સ્ટ્રૉબેરી ટાઇગર’ તરીકે ઓળખાતી આ વાઘણની આ બહુચર્ચિત તસવીર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મયૂરેશ હેન્ડરેએ લીધી છે. અને આ વાઘણ આસામના વર્લ્ડ હેરિટેજ કાઝીરંગા નૅશનલ પાર્કની શાન છે.

assam offbeat news hatke news national news kaziranga national park