મૈસુરના રેલવે-મ્યુઝિયમમાં ખૂલ્યું કોચ-કૅફે, એમાં 20 જણ બેસી શકશે

24 June, 2020 07:14 AM IST  |  Mysore | Gujarati Mid-day Correspondent

મૈસુરના રેલવે-મ્યુઝિયમમાં ખૂલ્યું કોચ-કૅફે, એમાં 20 જણ બેસી શકશે

રેલ કોચ-કૅફે

મૈસુરના પર્યટકો સ્થાનિક રેલવે-મ્યુઝિયમમાં જાય ત્યારે તેમને માટે નવું આશ્ચર્ય ઉમેરાયું છે. સ્થાનિક અધિકારીઓએ ૨૦ જણ બેસી શકે એવી કોચ-કૅફે શરૂ કરી છે. તાજેતરમાં મૈસુરના ડિવિઝનલ રેલવે મૅનેજર અને સાઉથ વેસ્ટર્ન રેલવે વીમેન્સ વેલ્ફેર ઑર્ગેનાઇઝેશનનાં પ્રમુખ અપર્ણા ગર્ગના હસ્તે એ કોચ-કૅફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રેલવે-મ્યુઝિયમના મુલાકાતીઓ માટે એ કોચ-રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે. ટ્રેનમાં પ્રવાસના અહેસાસ સાથે ચા-કૉફી સાથે વિવિધ પ્રકારની વાનગીઓ માણતા હોવાની મોજ પર્યટકો માણી શકે એ માટે કોચ-રેસ્ટોરાં શરૂ કરવામાં આવી હોવાનું રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું. આસપાસના હરિયાળા વાતાવરણ વચ્ચે વરાળથી ચાલતાં એન્જિનો, જૂની પદ્ધતિનાં રેલવે સ્ટેશનો-પ્લૅટફૉર્મ્સ, ફાટક, લેવલ ક્રૉસિંગ ગેટ, ગ્રીન ટનલ અને એમ્ફી થિયેટર નિહાળતાં-નિહાળતાં ચા-નાસ્તા કે જમવાની મોજ જુદા પ્રકારની હોય છે. એવું કહેવાય છે કે આ કોચ-કૅફે ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે ચલાવવામાં આવશે અને માત્ર લોકોને નવતર અનુભવ મળે એ માટે જ શરૂ કરવામાં આવ્યું છે.

mysore offbeat news hatke news national news