કોરોનાને ભગાવવા બહેનોએ ગાયાં ભજન

12 March, 2020 07:37 AM IST  |  China

કોરોનાને ભગાવવા બહેનોએ ગાયાં ભજન

ભજન ગાતી ભારતીય મહિલાઓ

ચીનમાંથી વિશ્વના ખૂણે-ખૂણે ફેલાયેલા કોરોના વાઇરસે સંપૂર્ણ વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. કોરોના વાઇરસનો ઇલાજ હજી સુધી શોધાયો નથી ત્યારે કોરોના વાઇરસને ભગાવવા ભારતીય મહિલાઓએ ગાયેલાં ભજનનો વિડિયો સોશ્યલ મીડિયા પર તેજીથી વાઇરલ થઈ રહ્યો છે. અનેક લોકો આ વિડિયો શૅર કરી રહ્યા છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ એકઠી થઈને ભજન ગાઈ રહી છે ‘કોરોના વાઇરસ ભાગ જા, ભારત મેં તેરા ક્યા કામ, કોરોના ભાગ જા’. લગભગ ચાર મિનિટના આ વિડિયોમાં મહિલાઓ મોબાઇલની સામે જોઈને આ ભજન ગાતી દેખાય છે.
સોશ્યલ મીડિયા પર આ વિડિયોને ૧૨ લાખ કરતાં વધુ વખત જોવામાં આવ્યો છે તેમ જ ૨૨,૦૦૦ કરતાં વધુ વખત શૅર કરવામાં આવ્યો છે.

આ પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા પણ માણવા જેવી છે. એક યુઝરે કહ્યું છે કે આ ગીત સાંભળીને કોરોનાએ પણ દુનિયા છોડવાનો સમય હવે આવી ગયો છે એમ નક્કી કરી લીધું હશે. અન્ય એક યુઝરે ગીતનાં ભરપેટ વખાણ કર્યાં છે.

china coronavirus offbeat news hatke news