મૈસુરમાં રેલવેના કોચમાં કલરફુલ ક્લાસરૂમ

21 January, 2020 09:20 AM IST  |  Mysore

મૈસુરમાં રેલવેના કોચમાં કલરફુલ ક્લાસરૂમ

કલરફુલ ક્લાસરૂમ

શિક્ષણ એ પ્રાથમિક જરૂરિયાત છે. પ્રત્યેક બાળકે પ્રાઇમરી શિક્ષણ તો મેળવવું જ જોઈએ એવો આગ્રહ સરકાર તરફથી કરવામાં આવે છે અને આ માટે ભરપૂર પ્રયાસ પણ કરવામાં આવતા હોય છે. આવા જ પ્રયાસના ભાગ રૂપે કર્ણાટકના મૈસુર શહેરના અશોકાપુરમની રેલવે કૉલોનીમાં આવેલી પ્રાઇમરી સ્કૂલમાં રેલવેના બે જૂના કોચને રંગબેરંગી ક્લાસરૂમમાં બદલવામાં આવ્યા છે.

આ કોચને નાલી-કાલી નામ આપવામાં આવ્યું છે, જેનો કન્નડ ભાષામાં અર્થ થાય છે ભણતરનો આનંદ. આ બંને કોચમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી, વીજળી (પંખા અને બલ્બ) તેમ જ સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. બેમાંથી એક કોચમાં ચોથા અને પાંચમા ધોરણના બાળકોને ભણાવવામાં આવે છે, જ્યારે બીજા કોચનો ઉપોયગ હૉલ તરીકે થાય છે, જેમાં મીટિંગ તેમ જ અન્ય પ્રવૃત્તિઓ થાય છે.

આ પણ વાંચો : પૉલ વૉકરના 21 વાહનો હરાજીમાં 16 કરોડ રૂપિયામાં વેચાયાં

કોચને ગ્રીન એન્વાયર્નમેન્ટ અને એજ્યુકેશન થીમ હેઠળ કલર કરવામાં આવ્યો છે અને જળચક્ર અને સૌરમંડળ પણ તૈયાર કરવામાં આવ્યું છે. બાળકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ કોચમાં બે બાયોટૉઇલેટ પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કોચમાં વીજળી ઉપલબ્ધ કરવા માટે એક સબસ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.

mysore offbeat news hatke news