આઇસોલેશનમાં લોકો ફુટબૉલને બદલે રમે છે ટૉઇલેટ પેપર ચૅલેન્જ

21 March, 2020 07:45 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

આઇસોલેશનમાં લોકો ફુટબૉલને બદલે રમે છે ટૉઇલેટ પેપર ચૅલેન્જ

ટૉઇલેટ પેપર ચૅલેન્જ

કોરોના વાઇરસના રોગચાળાની અસર બજાર, પર્યટન, ટ્રાન્સપોર્ટ, એન્ટરટેઇનમેન્ટ ઇવેન્ટ્સ ઉપરાંત સ્પોર્ટ્સની ઇવેન્ટ્સ પર પણ પડી છે. ફુટબૉલ અને ક્રિકેટ જેવી ૧૩ સ્પોર્ટ્સની ૭૦થી વધારે ટુર્નામેન્ટ્સ રદ કરવામાં આવી છે. ચીન, ઇટલી, સ્પેન અને અમેરિકા સહિત અનેક દેશોમાં ખેલાડીઓ ઘરમાં ગોંધાઈ રહેવા મજબૂર બન્યા છે. આઇસોલેશનમાં પડેલા સ્પેનના ખેલાડીઓ હવે ટૉઇલેટ પેપર ચૅલેન્જ લઈ રહ્યા છે. ટૉઇલેટ પેપર ચૅલેન્જ લેનારાઓમાં એફ. સી. બાર્સેલોના અને રિયલ મૅડ્રિડ જેવી ક્લબના ખેલાડીઓનો પણ સમાવેશ છે.

coronavirus offbeat news hatke news