ઉંમર કરતાં ઘરડી દેખાતી ટીનેજર પ્લાસ્ટિક સર્જરી દ્વારા ફરીથી યંગ બની

29 January, 2020 09:20 AM IST  |  China

ઉંમર કરતાં ઘરડી દેખાતી ટીનેજર પ્લાસ્ટિક સર્જરી દ્વારા ફરીથી યંગ બની

ચીનની ૧૫ વર્ષની એક છોકરી શારીરિક વ્યાધિને કારણે ઉંમર કરતાં ખાસ્સી મોટી દેખાતી હતી. શિયાઓ ફેન્ગ નામે ઓળખાતી એ છોકરીની ચામડી પર કરચલીઓને કારણે શાળામાં પણ અન્ય વિદ્યાર્થીઓ તેની મશ્કરી કરતા હતા. ડૉક્ટરોએ તપાસ કરીને કહ્યું હતું કે ફેન્ગની બીમારી ફક્ત ચામડીની છે. શરીરનાં આંતરિક અંગોમાં કોઈ બીમારી નથી. એને પ્લાસ્ટિક સર્જરી માટે ૨૦,૦૦૦ ડૉલર (અંદાજે ૧૪.૨૫ લાખ રૂપિયા)ની જરૂર હતી. એ રકમ આસપાસના સહાનુભૂતિ ધરાવતા લોકોએ એકઠી કરીને આપ્યા બાદ ગઈ ૨૯ ડિસેમ્બરે ૧૦ સર્જ્યન્સ, ત્રણ ઍનેસ્થેટિસ્ટ્સ અને પાંચ નર્સે ઑપરેશન પાર પાડતાં શિયાઓ ફેન્ગ માટે જીવન જીવવાલાયક બન્યું હતું.

આ પણ વાંચો : પાનખર દિનના ટ્વીટને કારણે 100 વર્ષ જૂના સ્ટોરને ઢગલાબંધ ઑર્ડર મળ્યા

હૉસ્પિટલના વડા ડૉ. શી. લિંગઝીએ જણાવ્યું કે ડૉક્ટરોએ ફેન્ગની ૭ સેન્ટિમીટર જાડાઈની વધારાની ચામડી કાઢી નાખતાં તેનો દેખાવ નૉર્મલ થઈ ગયો છે.

china offbeat news hatke news