કાશ્મીરની હાઉસબોટ્સને ભુલાવે એવી તરતી વસાહત છે ઍમ્સ્ટરડૅમના તળાવમાં

13 December, 2020 08:28 AM IST  |  Amsterdam | Gujarati Mid-day Correspondent

કાશ્મીરની હાઉસબોટ્સને ભુલાવે એવી તરતી વસાહત છે ઍમ્સ્ટરડૅમના તળાવમાં

હાઉસબોટ્સ

ઍમ્સ્ટરડૅમના એઇમર તળાવમાં અનોખો માહોલ છે. એ તળાવમાં પાણી પર તરતાં ઘર છે. કાશ્મીરની હાઉસબોટ્સની સરખામણીમાં વધારે સારાં ઘર છે. ડચ ભાષામાં ‘વૉટરબર્ટ’ એટલે કે ‘જળનિવાસ’ નામે ઓળખાતાં લગભગ ૧૦૦ જેટલાં એ ઘરોમાં ઘણા સ્થાનિક લોકો રહે છે. જેટી પાસે સ્ટીલના થાંભલા જોડે બાંધી રાખેલાં એ ઘર અને વસાહતની ડિઝાઇન ડચ  આર્કિટેક્ટ માર્લિસ રોહમેરે બનાવી છે. 

૬૫ કિલોમીટર દૂરના જહાજવાડામાં બાંધેલાં ઘર નહેરમાં એઇમેર સરોવર સુધી મોકલવામાં આવ્યાં હતાં. આ જળવસાહતનું કામ હજી પૂરું થયું નથી. હજી ઘણાં તરતાં ઘર ખાલી છે. નેધરલૅન્ડ્સની બે તૃતીયાંશ વસ્તી દરિયાની સપાટીથી નીચેનાં ક્ષેત્રોમાં વસવાટ કરે છે. તેમના પર પીગળતી હિમશિલાઓનો જળપ્રવાહ ધસી આવવાનો ભય તોળાઈ રહ્યો હોવાથી મોટા ભાગના લોકો પાણી પર તરતાં ઘરમાં વસવાટને વધારે સલામત માને છે.

amsterdam offbeat news hatke news international news