બ્રાઝિલમાં બે જોડિયા બહેનોએ એકસાથે કરાવી લિંગ-પરિવર્તનની સર્જરી

26 February, 2021 09:27 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

બ્રાઝિલમાં બે જોડિયા બહેનોએ એકસાથે કરાવી લિંગ-પરિવર્તનની સર્જરી

ઇન્ટરનેટ તેમ જ મીડિયામાં અત્યાર સુધી જોડિયા ભાઈ તથા બહેનોની અનેક સ્ટોરી આવી છે, પરંતુ બ્રાઝિલના નાનકડા શહેર તપીરામાં રહેતી ૧૯ વર્ષની બહેનો મેલા અને સોફિયાની વાત ઘણીબધી રીતે અલગ છે. જન્મી હતી ત્યારે આ બન્નેને છોકરો ગણવામાં આવી હતી. મોટા થયા ત્યાં સુધી તેઓ બધી પ્રવૃત્તિઓ એકસાથે જ કરતા હતા. વળી ત્યારે તેમને કોઈ છોકરા તરીકે ઓળખતું નહોતું. હવે સાથે જ લિંગ-પરિવર્તનની સર્જરી કરાવીને હવે તેઓ જોડિયા બહેનો બની છે, જેની ઇચ્છા તેઓ જન્મી ત્યારથી જ રાખતી હતી. ડૉક્ટરોના મતે જોડિયાઓએ એકસાથે આવી સર્જરી કરાવી હોય એવો વિશ્વનો આ પહેલો જ બનાવ છે, જેમાં જન્મ સમયે તેમને પુરુષ ગણવામાં આવ્યા હોય. આ સર્જરી પાંચ કલાક ચાલી હતી. સર્જરી તો થોડા કલાક સુધી ચાલી હતી, પરંતુ તેમના શરીરના આ ફેરફાર સાથે તાલમેલ કેળવવા થોડાં સપ્તાહ થશે. મેલાએ કહ્યું કે ‘હું મારા શરીરને ચાહતી હતી, પરંતુ મને મારા પુરુષના જનનાંગો ગમતાં નહોતાં. હું હંમેશાં ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે મને છોકરી બનાવી દે.’ બ્રાઝિલમાં વ્યંડળો પ્રત્યે ખરાબ વર્તન કરવામાં આવે છે. અત્યાર સુધી આ બહેનો જાતીય હિંસા અને સતામણીનો ભોગ બની છે. આ બે બહેનોની સર્જરી કરાવવા પાછળ એક મકાન પણ વેચી નખાયું હતું.

offbeat news international news brazil