કેમ 16 કલાક સુધી ઝાડની ડાળીને પકડીને બેસી રહ્યો આ માણસ, જાણો

18 August, 2020 07:49 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

કેમ 16 કલાક સુધી ઝાડની ડાળીને પકડીને બેસી રહ્યો આ માણસ, જાણો

16 કલાક સુધી ઝાડની ડાળીને પકડીને બેસી રહ્યો આ માણસ

છત્તીસગઢમાં ભારે વરસાદમાં બિલાસપુર પાસે આવેલા ખૂંટાઘાટ ડૅમનાં પાણીના વહેણમાં ફસાઈને પથ્થર પર એક વૃક્ષને પકડીને ૧૬ કલાક સુધી બેસી રહેલા એક માણસને ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો. વાત જાણે એમ હતી કે રવિવારની રજાને કારણે અનેક લોકો એકઠા થયા હતા, જેમાંથી કેટલાક યુવાનો ડૅમમાં નાહવા પડ્યા હત. જોકે નાહવા પડેલા બીજા બધા યુવકો બહાર નીકળી ગયા હતા, પરંતુ એક યુવક પાણીના વહેણમાં ફસાયો હતો.

લગભગ ૧૬ કલાક જેટલો સમય પથ્થર પર વૃક્ષના સહારે ઊભા રહેલા યુવકને પહેલાં સ્થાનિક લોકોએ અને ત્યાર બાદ પોલીસ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમે તેને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે બીજા કોઈ પ્રયત્ન કારગત ન નીવડતાં છેવટે ઇન્ડિયન ઍરફોર્સની મદદ લેવામાં આવી હતી, જેમણે ચૉપરની મદદથી તેને બચાવ્યો હતો.

chhattisgarh offbeat news hatke news national news