જસ્ટ પોણાબે વર્ષના આ ટાબરિયાને જે દેખાડો એ બધું જ યાદ રહી જાય છે

09 October, 2020 07:31 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

જસ્ટ પોણાબે વર્ષના આ ટાબરિયાને જે દેખાડો એ બધું જ યાદ રહી જાય છે

આદિથ વિશ્વનાથ ગૌરીશેટ્ટી

હૈદરાબાદમાં રહેતા આદિથ વિશ્વનાથ ગૌરીશેટ્ટીએ અસાધારણ યાદશક્તિને કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. આદિથને નામે પાંચ પુસ્તકોમાં વિશ્વવિક્રમ નોંધાયા છે. વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સ, ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ અને તેલુગુ બુક ઑફ રેકૉર્ડ્સ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની અન્ય બે બુક ઑફ રેકૉર્ડ્સમાં આદિથની અસાધારણ યાદશક્તિની નોંધ લેવાઈ છે. હજી તો પૂરાં બે વર્ષનો પણ નથી થયો. હાલમાં એક વર્ષ અને ૯ મહિનાની ઉંમર ધરાવતા આદિથની મેમરી એટલી વિચક્ષણ છે કે તેને એક વાર કશુંક દેખાડો એટલે એ તેને યાદ રહી જાય છે. તે અનેક દેશોના ધ્વજ, રંગો, જંગલી-શહેરી પશુઓ, ફળો, આકાર, જાણીતી વ્યક્તિઓ, કારના લોગો, અંગ્રેજી અક્ષરો પણ એ ક્ષણવારમાં પારખી લઈ શકે છે.

આદિથની મમ્મી સ્નેહિતા કહે છે કે ‘જે ઉંમરમાં બાળકો હાલરડાં, જોડકણાં કે શિશુગીતો ગોખવાની મહેનત કરતાં હોય એ ઉંમરે આદિથ અનેક પ્રકારના રંગ, પશુઓ, ધ્વજો, ફળો, આકારો અને ઇલેક્ટ્રૉનિક હોમ અપ્લાયન્સિસને તસવીરોમાં સત્વર ઓળખી લેતો હતો. આદિથ દેવી-દેવતાઓ, કાર લોગો, ઇંગ્લિશ આલ્ફાબેટ્સ, શરીરનાં અંગો અને બીજી અનેક બાબતો ક્ષણવારમાં ઓળખી લે છે. તેની યાદશક્તિ અને બૌદ્ધિક પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ ગણાઈ છે. ન્યુઝ-એજન્સી એએનઆઇએ આદિથની પપ્પા-મમ્મી સાથેની તસવીર સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કરી છે.

hyderabad offbeat news hatke news national news