પતિએ વૉટ્‌સઍપ પર બુક કરીને બોલાવેલી કૉલગર્લ પત્ની જ નીકળતાં હાહાકાર

22 January, 2020 07:36 AM IST  |  Uttarakhand

પતિએ વૉટ્‌સઍપ પર બુક કરીને બોલાવેલી કૉલગર્લ પત્ની જ નીકળતાં હાહાકાર

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરાખંડના કાશીપુરમાં એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જે સભ્ય સમાજ માટે કલંકરૂપ છે. આજકાલ અહીંના સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે. અહીં એક પતિને તેમની પત્નીના ચારિત્રને લઈને અને તે દેહવ્યાપાર કરતી હોવાની શંકા હતી. આથી તેણે પત્નીનો ભાંડો ફોડવા માટે મહિલા દલાલના માધ્યમથી એક કૉલગર્લની ડિમાન્ડ કરી. પતિના આશ્ચર્ય વચ્ચે મહિલા દલાલે તેમને જે ફોટો મોકલ્યા હતા એમાં તેમની જ પત્નીનો ફોટો પણ હતો. પત્નીને ગ્રાહક તરીકે કોણ છે એની ખબર નહોતી આથી તે નક્કી કરેલી જગ્યાએ પહોંચી પણ ગઈ. અહીં જ્યારે પતિ અને પત્ની બન્નેનો આમનો સામનો થયો ત્યારે વાત બોલાચાલી અને મારામારી સુધી પહોંચી ગઈ અને પોલીસ બોલાવવી પડી. પોલીસની હાજરીમાં બન્નેએ એકબીજા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : વરના પિતા અને કન્યાની માતા લગ્નના 10 દિવસ પહેલા એકબીજા સાથે ભાગી ગયા...

પતિની ડિમાન્ડ અનુસાર જ્યારે મહિલા દલાલે તેમની પત્નીને નક્કી કરેલી જગ્યાએ મોકલી આપી હતી, પરંતુ પત્ની જ્યારે એ જગ્યા પર ગઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ગ્રાહક તરીકે બીજો કોઈ નહીં, પરંતુ તેનો જ પતિ હતો.
પતિએ પત્નીના ચારિત્રને લઈને ફરિયાદ કરી હતી તો પત્નીનું કહેવું હતું કે તેમની બહેનપણી સાથે પતિના આડા સંબંધો છે અને પતિ શંકા કરીને તેમને માર મારે છે. સ્થાનિક પોલીસ હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

uttarakhand offbeat news hatke news