3 વર્ષના ટાબરિયાએ મમ્મીના ફોનથી 5400 રૂપિયાનું ફાસ્ટ ફૂડ ઑર્ડર કરી દીધુ

27 November, 2020 07:59 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

3 વર્ષના ટાબરિયાએ મમ્મીના ફોનથી 5400 રૂપિયાનું ફાસ્ટ ફૂડ ઑર્ડર કરી દીધુ

આ ટાબરિયાએ મમ્મીના ફોનથી 5400નું ફૂડ ઑર્ડર કરી દીધું

બાળકો ગેમ રમવા કે મ્યુઝિક સાંભળવા માતા-પિતાનો ફોન વાપરતાં હોય એ કોઈ નવાઈની વાત નથી રહી. જોકે આમ જ રમત-રમતમાં તેઓ કોઈ મોટું કારનામું કરે ત્યારે જોવા જોવી થાય.

બ્રાઝિલમાં ત્રણ વર્ષના ટૉમે તેની મમ્મીના ફોનમાંથી મૅક્‍ડોનલ્ડ્સમાંથી ૭૪ ડૉલર એટલે કે લગભગ ૫૪૦૦ રૂપિયાનું ખાવાનું મગાવી લીધું હતું.

બ્રાઝિલના રેસીફમાં રહેતી રઇસા ઍન્ડ્રેડ નામની બહેન પોતાનો ફોન થોડી વાર માટે બાજુએ મૂકીને બીજા કામમાં વ્યસ્ત થઈ અને તેનો ફોન દીકરાના હાથમાં આવી ગયો. થોડી વારમાં તેના ઘરે મૅક્‍ડોનલ્ડ્સમાંથી ૬ પ્રમોશનલ ફૂડ, ૬ હૅપી મીલ, ૮ સ્પેશ્યલ ઑફ ટૉય્‍ઝ, ૧૦ મિલ્ક શેક, પાણીની ૮ બૉટલ તેમ જ બે મૅક્સન્ડેઝનો ઑર્ડર આવી પહોંચ્યો હતો.

રઇસાનું કહેવું છે કે લૉકડાઉનના પિરિયડમાં તેના પરિવારના લોકો ફૂડ ઑર્ડર કરતા હતા એના પરથી ટૉમ ઑર્ડર કરતાં શીખી ગયો હોવો જોઈએ. રઇસાના બિલ્ડિંગમાં તેના પરિવારના અનેક લોકો રહેતા હોવાથી બધાએ મળીને એનો ઉપયોગ કરી લેતાં ખાવાનું વેસ્ટ નહોતું ગયું.

brazil offbeat news hatke news international news