મિત્રો અને પરિવારજનોને ભેટવાનું મિસ કરો છો? તો વૃક્ષને ભેટો

14 July, 2020 07:39 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

મિત્રો અને પરિવારજનોને ભેટવાનું મિસ કરો છો? તો વૃક્ષને ભેટો

મિત્રો અને પરિવારજનોને ભેટવાનું મિસ કરો છો?

સોશ્યલ ડિસ્ટન્સિંગ એ જ કોરોનાને માત આપવાનો એક વિકલ્પ છે ત્યારે ઘરમાં એકલા રહેવાનું, મિત્રોને નહીં મળવાનું, પરિવારજનો સાથે પણ ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવાનું જેવા નિયમોને કારણે વ્યક્તિ અંદરથી બહુ એકલાયું ફીલ કરે એવું બની શકે છે. જોકે ઇઝરાયેલની નૅચર ઍન્ડ પાર્ક્સ ઑથોરિટીએ સોશ્યલ મીડિયા પર અનોખી પહેલ શરૂ કરી છે. નેચર પાર્કના અધિકારીઓનું કહેવું છે કે અત્યારે કોરોનાના આકરા પિરિયડમાં કોઈકને ભેટીને હૂંફ મેળવવાનું મન થતું હોય તો ખુલ્લી કુદરતમાં જાઓ. ઊંડાં શ્વાસ લો અને વૃક્ષને ભેટો. વૃક્ષ તમને પ્રેમ પણ આપશે.

israel offbeat news hatke news international news coronavirus