જસ્ટ ત્રણ દિવસનું ઘોડાનું બચ્ચું મજાના યોગાસન કરે છે

13 May, 2020 07:52 AM IST  |  Netherlands | Gujarati Mid-day Correspondent

જસ્ટ ત્રણ દિવસનું ઘોડાનું બચ્ચું મજાના યોગાસન કરે છે

ઘોડાનું બચ્ચું મજાના યોગાસન

નેધરલૅન્ડ્સમાં લિસાન ડ્રોસ્ટ નામના બહેને પોતાને ત્યાં નવા જન્મેલાં ઘોડાનાં બચ્ચાંની મજાની તસવીરો લીધી છે. તેણે પાળેલી આઠ વર્ષની મિશા નામની ઘોડીએ બાળકને જન્મ આપ્યો છે. ડિલિવરી પછી મિશા શરીરને હલકું કરવા માટે જાતજાતના અંગકસરતના દાવ કરતી હોય એવા પોઝ બનાવી રહી હતી એ જોઈને મિશાના નવજાત બચ્ચાંએ પણ માની કૉપી કરવાનું શરૂ કરી દીધું. ત્રણ દિવસના ઘોડાના બચ્ચાની યોગના પોઝ જેવી કસરતો સોશ્યલ મીડિયા પર જબરી વાઇરલ થઈ છે.

netherlands offbeat news hatke news international news