આખરે કેવી રીતે થઈ હતી ફોન પર 'હેલો' બોલવાની શરૂઆત, ઘણી રસપ્રદ છે વાર્તા

20 September, 2020 06:05 PM IST  |  Germany | Gujarati Mid-day Online Correspondent

આખરે કેવી રીતે થઈ હતી ફોન પર 'હેલો' બોલવાની શરૂઆત, ઘણી રસપ્રદ છે વાર્તા

પ્રતીકાત્મક તસવીર

આપણે બધા નાનપણથી જ જોતા અને સાંભળીએ છીએ કે લોકો ફોન ઉપાડતા જ ચોક્કસપણે હેલો કહે છે. હેલો બોલ્યા બાદ જ આગળની વાતો શરૂ થાય છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ફોન ઉપાડતાંની સાથે જ કેમ સૌથી પહેલા લોકો હેલો બોલે છે?. આમ તો આ સવાલને જવાબ ઘણી બધી એવી વાર્તામાં છે, જેની પાસે કોઈ અધિકૃત સત્ય નથી. પરંતુ આજે અમે તમને હેલો શબ્દની ઉત્પત્તિ વિશે જણાવીશું.

એલેક્ઝાંડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. 10 માર્ચ 1876ના રોજ તેની ટેલિફોન શોધની પેટન્ટ મળી હતી. શોધ કર્યા બાદ બેલે સૌથી પહેલા તેના ભાગીદાર વૉટ્સનના માટે સંદેશ આપ્યો કે શ્રીવૉટ્સન અહીંયા આવો મને તમારી જરૂરત છે. જણાવી દઈએ કે ગ્રેહામ બેલ ફોન પર હેલો નહીં Ahoy બોલતા હતા.

ટેલિફોનની શોધ કર્યા બાદ જ્યારે લોકોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, ત્યારે લોકો સૌથી પહેલા પૂછતા હતા Are you there. એવું એટલે કરતા હતા કે તેઓ જાણી શકે તેમનો અવાજ બીજી બાજુ પહોંચી શકે છે કે નહીં. જોકે એકવાર થૉમસન એડિશને Ahoyને ખોટી રીતે ગણાવી હતી અને 1877માં તેણે હેલો બોલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

આ પ્રસ્તાવને પાસ કરાવવા માટે થૉમસ એડિશે પિટ્સબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એન્ડ પ્રિન્ટિંગ ટેલીગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને પત્ર લખીને કહ્યું હતું કે ટેલિફોન પર પહેલો શબ્દ હેલો બોલવો જોઈએ. જ્યારે તેણે પહેલી વાર ફોન કર્યો ત્યારે સૌથી પહેલા તેણે હેલો કહ્યું.

આ પણ વાંચો : વિચિત્ર રેસ્ટોરન્ટ! જ્યાં ફક્ત ઈશારો કરીને આપવામાં આવે છે ખાવાનો ઑર્ડર

થૉમસ એડિશનની દેન છે કે આજે પણ લોકો ફોન ઉપાડે છે ત્યારે સૌથી પહેલા હેલો બોલે છે. ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ, હેલો શબ્દ જુની જર્મન શબ્દ હાલા પરથી બનાવ્યો છે. આ શબ્દ જૂની ફ્રેન્ચ અથવા જર્મન શબ્દ 'હોલા' પરથી આવ્યો છે. હોલાનો અર્થ થાય છે 'કેમ છો' પરંતુ પરંતુ ઉચ્ચારને કારણે સમય જતાં આ શબ્દ બદલાઈ ગયો.

offbeat news hatke news international news