70 વર્ષ જૂની સોનાની ઘડિયાળ વેચાવા નીકળી છે, કિંમત છે 99 કરોડ રૂપિયા

30 October, 2019 09:27 AM IST  |  હૉન્ગ કૉન્ગ

70 વર્ષ જૂની સોનાની ઘડિયાળ વેચાવા નીકળી છે, કિંમત છે 99 કરોડ રૂપિયા

70 વર્ષ જૂની સોનાની ઘડિયાળ

વિખ્યાત ક્રિસ્ટીઝ ઑક્શન હાઉસ દ્વારા હૉન્ગ કૉન્ગમાં એક દુર્લભ રિસ્ટ-વૉચ વેચાવા મુકાઈ છે. પિન્ક રંગની આ ઘડિયાળ પાતે ફિલિપની છે અને ૧૮ કૅરૅટ ગોલ્ડથી બની છે. અત્યાર સુધી‌ ઑક્શન થયેલી વૉચમાંથી આની ‌‌કિંમત સૌથી વધુ આંકવામાં આવી છે. ૨૭ નવેમ્બરે એની હરાજી થશે ત્યાં સુધી એ હૉન્ગ કૉન્ગના ઑક્શન હાઉસમાં જોવા માટે ખુલ્લી મુકાયેલી છે. અત્યાર સુધીમાં સૌથી મોંઘી કિંમતે વેચાયેલી ઘડિયાળ છે સ્ટેનલેસ સ્ટીલની ડેટોના રૉલેક્સ, જે ૭૫ કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

આ પણ વાંચો : પોતાના જ નખમાંથી ભાઈએ એકદમ યુનિક એન્ગેજમેન્ટ રિન્ગ માટેનો ડાયમન્ડ બનાવ્યો

ઑક્શન હાઉસના અંદાજ મુજબ ૧૮ કૅરૅટના સોનાથી જડિત આ હળવી ગુલાબી ઘડિયાળ ૧૪ મિલ્યન ડૉલર એટલે કે ૯૯ કરોડ રૂપિયામાં વેચાય એવી સંભાવના છે.

hong kong offbeat news hatke news