આ આઈસ્ક્રીમ ખાવાથી આવે છે આંખમાંથી પાણી, વાંચો શું છે એમાં ખાસ

19 May, 2020 08:24 AM IST  |  Hong Kong | Gujarati Mid-day Correspondent

આ આઈસ્ક્રીમ ખાવાથી આવે છે આંખમાંથી પાણી, વાંચો શું છે એમાં ખાસ

ટિયર ગૅસ ફ્લેવર

આઇસક્રીમમાં ચિકન અને ગાર્લિક જેવી ફ્લેવર તો હવે સામાન્ય થઈ ગઈ છે, પણ તમે કદી કલ્પના પણ ન કરી હોય એવી ફ્લેવરનો આઇસક્રીમ હૉન્ગકૉન્ગના એક આઇસક્રીમ-પાર્લરે બનાવ્યો છે. આ આઇસક્રીમ તમને પોલીસે છોડેલા અશ્રુ ગૅસ જેવો લાગે છે. એનો સ્વાદ ટિયર ગૅસ જેવો હોવાથી એક ચમચી મોંઢામાં મૂકવાથી શરૂઆતમાં તો જાણે શ્વાસ લેવાનું મુશ્કેલ લાગે એટલો જલદ છે. આ આઇસક્રીમ ખાધા પછી તરત જ લોકો પીવા માટે પાણી માગે છે.

કોરોના વાઇરસના પ્રસાર પહેલાં લોકશાહી વિરોધી પ્રદર્શનની યાદ તાજી કરાવવા માટે આઇસક્રીમ શૉપ ‘ટિયર ગૅસ’ ફ્લેવર આઇસક્રીમ વેચે છે. ચાઇનીઝ સત્તા સામેના વિરોધને રોકવા ગુમનામ રહેવા માગતા હૉન્ગકૉન્ગના આ આઇસક્રીમ પાર્લરના માલિકનું કહેવું છે કે તેણે રાજકીય ચળવળને ટેકો દર્શાવવા વિચિત્ર સ્વાદ લૉન્ચ કર્યો છે.

કોરોના વાઇરસ રોગચાળાએ વિશ્વઆખાને ભરડામાં લીધું હોવાથ ઘણા વિસ્તારોમાં સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે રોગચાળા પછી આંદોલન ફરીથી શરૂ થવાની આશા છે. લોકો તેમનો જુસ્સો ન ગુમાવે અને આંદોલન ચાલુ રાખવાનું છે એ યાદ રાખે એ માટે અમે આ અટપટા સ્વાદનો આઇસક્રીમ તૈયાર કર્યો હતો.

hong kong offbeat news hatke news international news