વરસાદના 1 ટીપામાંથી 100 LED બલ્બ પેટાવી શકાય એવા જનરેટરની શોધ થઈ

12 February, 2020 07:46 AM IST  |  Hong Kong

વરસાદના 1 ટીપામાંથી 100 LED બલ્બ પેટાવી શકાય એવા જનરેટરની શોધ થઈ

વરસાદના 1 ટીપામાંથી 100 LED બલ્બ પેટાવી શકાય

યુનિવર્સિટી ઑફ હૉન્ગકૉન્ગના મેકૅનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોએ વરસાદના પાણીના એક ટીપામાંથી ૧૦૦ એલઈડી બલ્બ પ્રકાશિત કરતા જનરેટરનું સંશોધન કર્યું છે.

આ હાઈ કૅપેસિટી જનરેટર ઇલેક્ટ્રિસિટી પાવર જનરેશનની દુનિયામાં પ્રભાવક સાબિત થાય એવા સંશોધનની માહિતી ‘જર્નલ નેચર’ના તાજા અંકમાં પ્રગટ થયેલા લેખમાં આપવામાં આવી છે. આ જનરેટરમાં ૧૫ સેન્ટિમીટરની ઊંચાઈથી પાણીનું ૧૦૦ માઇક્રોલિટરનું ટીપું ૧૪૦ વૉલ્ટ ઊર્જા પેદા કરી શકે છે.

આ પણ વાંચો : આ ભાઈ સ્પાઇડરમૅન જેવાં કપડાં પહેરીને લાગી પડે છે કચરો સાફ કરવા

યુનિવર્સિટી ઑફ હૉન્ગકૉન્ગના વૈજ્ઞાનિકોને ઘણાં વર્ષો સુધી આ પ્રોજેક્ટ પર કામ કર્યા બાદ તાજેતરમાં સફળતા મળી છે.

hong kong offbeat news hatke news