મૃત્યુ પામ્યાની 45 મિનિટ પછી ફરી જીવતા થયા

18 November, 2020 10:30 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

મૃત્યુ પામ્યાની 45 મિનિટ પછી ફરી જીવતા થયા

મરેલો માણસ ફરીથી જીવંત થયો

માઉન્ટ રેનિયર નૅશનલ પાર્કમાં ખોવાઈ ગયેલા એક હાઇકરને મરેલો માનીને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ સમયે તેના દિલનું ધડકવું બંધ થઈ ગયું હતું. જોકે તબીબી ટીમના પ્રયાસોને કારણે તેનો જીવ બચી ગયો હતો.

૪૫ વર્ષના માઇકલ નેપિન્સ્કી ૭ નવેમ્બરે અમેરિકન નૅશનલ પાર્કમાં તેના મિત્રો સાથે હાઇકિંગ કરવા ગયો હતો. જોકે અધવચ્ચે તે તેના મિત્રોથી વિખૂટો પડી ગયો હતો. ‍બધાએ એક ચોક્કસ સ્થળે મળવાનું ઠરાવ્યું હતું. જોકે અચાનક હવામાનમાં ફેરફાર થતાં ધુમ્મસ વધી ગયું હતું. નક્કી કરેલા સ્થળે માઇકલ પાછો ન આવતાં તેના મિત્રોએ તેને ખોવાઈ ગયેલો માની લીધો હતો. જોકે રેસ્ક્યુ ટીમ અને હેલિકૉપ્ટર દ્વારા તપાસ કરાતાં તે મળ્યો અને તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો. જોકે એ દરમ્યાન તેનો શ્વાસ ચાલતો બંધ થઈ ગયો હતો.

મેડિકલ ટીમના સતત પ્રયાસ બાદ લગભગ ૪૫ મિનિટ પછી તેનો શ્વાસ ફરી ચાલુ થયો હતો.

માઇકલનું જીવન બચાવવા મેડિકલ ટીમે સીપીઆર (કાર્ડિયોપલ્મનરી રિસુસિટેશન) કર્યું અને એક્સ્ટ્રાકૉર્પોરિયન મેમ્બ્રેન ઑક્સિજનેશન મશીન સાથે જોડીને લોહીને શરીરમાં હૃદય અને ફેફસાંમાં પહોંચાડી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરતાં લગભગ ૪૫ મિનિટ પછી ફરીથી હૃદયે કામ કરવાનું શરૂ કર્યું હતું અને બે-એક દિવસ પછી માઇકલ હોશમાં આવ્યો હતો.

offbeat news hatke news united states of america international news