ચલો તૈયાર થઈ જાઓ કેચ-અપ જેવી લાલચટક જિગ્સો પઝલ રમવા

14 May, 2020 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચલો તૈયાર થઈ જાઓ કેચ-અપ જેવી લાલચટક જિગ્સો પઝલ રમવા

લાલચટક જિગ્સો પઝલ

લૉકડાઉનમાં જિગ્સો પઝલ રમનારાઓની સંખ્યા પણ ઘણી વધી ગઈ છે ત્યારે એક કેપ-અપ બ્રૅન્ડે ૫૭ વર્ષ પૂરાં થયાના અવસરે ૫૭૦ પીસની જિગ્સો પઝલ બજારમાં મૂકી છે. આ પઝલ કેચ-અપ જેવી લાલમ લાલ છે. લાલ સિવાયના બીજા કોઈ રંગ ન હોવા છતાં આ કંપનીનો મત છે કે આ કદાચ વિશ્વની સૌથી ધીમી પઝલ ગેમ હશે.

વિશ્વભરમાં લૉકડાઉનના ક્વૉરન્ટીનમાં સમય પસર કરવા લોકો જીગ્સો પઝલ તરફ વળ્યા છે. પઝલ ગેમની રમતમાં જોડાવા ઇચ્છુકો માટે હેઇન્ઝે ૫૭૦ પીસની એક પઝલ ગેમ ઇન્સ્ટાગ્રામ પર લૉન્ચ કરી છે. જોકે પઝલ પૂર્ણ કરાતાં કોઈ સૉસની બૉટલનું ચિત્ર તૈયાર નથી થતું, પરંતુ સખત લાંબું લાલ કલરનો લંબચોરસ આકાર બને છે.

કંટાળેલા અને ઘરમાં પુરાયેલા લોકો સમય પસાર કરવા માટે પઝલ ગેમ્સનો સહારો લેતા હોય છે જેમાં અનેક લોકો તો પડકાર ઉઠાવવા વિશેષપણે અઘરી પઝલ ગેમ પસંદ કરતા હોય છે . હેઇન્ઝ નામની કેચ-અપ કંપની આવી જ એક પડકારજનક પઝલ ગેમ લઈને આવી છે.

જોકે આ પઝલ ગેમ બજારમાં વેચાતી નથી મળતી. અત્યાર સુધીમાં માત્ર ૫૭ ગેમ તૈયાર થઈ છે અને હેઇન્ઝ એ ઇન્સ્ટાગ્રામ પર આપી રહી છે. માત્ર તમે કોની સાથે આ પઝલ ગેમ રમવા માગો છો એ જણાવવાનું રહેશે.

offbeat news hatke news