બહાર ફેંકી દીધા પછી પણ આ ભૂતિયા ઢીંગલી પાછી ઘરમાં આવી જાય છે

30 January, 2020 07:48 AM IST  |  Houston

બહાર ફેંકી દીધા પછી પણ આ ભૂતિયા ઢીંગલી પાછી ઘરમાં આવી જાય છે

ભૂતિયા ઢીંગલી

શું તમે ભૂતપ્રેતની વાતોમાં માનો છો? ફિલ્મોમાં આવતી ઢીંગલીમાં કોઈ દુષ્ટાત્મા કે ઇચ્છા અધૂરી રહી ગઈ હોય એવો જીવ પ્રવેશીને પોતાની બાકી રહેલી ઇચ્છા પૂરી કરે કે પોતાનો બદલો લે એવી વાતોને સાચી માનો છો? નહીંને, તો થોભો, હોસ્ટનની એક મહિલાએ સોશ્યલ મીડિયામાં આવી જ એક ઢીંગલીની ફરિયાદ કરી છે, જેને તેના પરિવારે અનેક વખત ઘરની બહાર કાઢી કે લગભગ ફેંકી દીધી હોવા છતાં તે ફરી ઘરમાં આવી જાય છે.

એલ્સા મેડોનિયાએ સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ૨૦૧૩માં તેની દીકરીને ભેટમાં મળેલી આ ઢીંગલી નેકલેસમાં છુપાવેલું એનું બટન દબાવતાં જ ઇંગ્લિશની કવિતા ગાતી હતી. બે વર્ષ સુધી બધું બરાબર રહ્યું પણ પછી અચાનક જ તે ઢીંગલી ઇંગ્લિશ સાથે સ્પૅનિશમાં પણ બોલવા માંડી અને એ પણ એનું પાવર બટન ઑૅફ5 હોવા છતાં.

આ પણ વાંચો : પાળેલી ડૉગીએ પાસપોર્ટ ચાવીને માલિકણને ચીન જતાં અટકાવી

ઢીંગલીની આ હરકતથી ડરેલા પરિવારે એને કચરાપેટીમાં ફેંકી દીધા છતાં એ પાછી આવી. બીજી વખત તેમણે ઢંગલીને કચરાની બે-ત્રણ થેલીમાં મૂકીને કચરાના ડબ્બામાં સૌથી નીચે મૂકીને કચરાની ગાડીને આપી હતી. ત્યાર બાદ અન્ય શહેરમાં રહેતા કોઈક પરિચિતને ત્યાં મોકલી આપી, પણ દરેક વખતે ઢીંગલી પાછી આવી જતી હતી.

જોકે તેઓ આ ઢીંગલીને આગને હવાલે કરવાની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે જો ખરેખર એમાં કોઈ અતૃપ્ત આત્મા હોય તો એ પછી અમારી સામે થઈ જાય.

houston offbeat news hatke news