હૅરી પૉટરના ફૅન છો? તો એમાં દેખાડાતા કાળા જાદુ માટેની રૂમમાં રહી શકશો

01 October, 2020 07:25 AM IST  |  Yorkshire | Gujarati Mid-day Correspondent

હૅરી પૉટરના ફૅન છો? તો એમાં દેખાડાતા કાળા જાદુ માટેની રૂમમાં રહી શકશો

તમે હૅરી પૉટરના ફૅન છો?

મૅડમ ટુસૉ વૅક્સ મ્યુઝિયમ કે વિશ્વનાં અન્ય જાણીતાં સંગ્રહાલયો, વિખ્યાત કલાકૃતિઓ અને ઇમારતોની પ્રતિકૃતિઓ રચવાની પ્રવૃત્તિઓ અવારનવાર પ્રકાશમાં આવે છે. પરંતુ કોઈ કાલ્પનિક કથામાં વર્ણવવામાં આવેલી મૂર્તિ કે ઇમારતની પ્રતિકૃતિ રચાય તો એ કેવી આકર્ષણરૂપ બને એ પણ કલ્પનાનો વિષય બને છે. જે. કે. રોલિંગ રચિત હૅરી પૉટર સિરીઝમાં મેલી વિદ્યા કે કાળા જાદુની તાલીમ આપતી હૉગાર્ટ્સ સ્કૂલ ઑફ વિચક્રાફ્ટ ઍન્ડ વિઝાડ્રીના સંચાલક ગોડ્રિક ગ્રિફિન્ડોરની રૂમની પ્રતિકૃતિ બ્રિટનના નૉર્થ યૉર્કશરમાં બની છે.

‘ડોર્મ રૂમ’ નામે જાણીતી એ ગ્રિફિન્ડોર કૉમન રૂમમાં ચડ-ઊતર માટેનો વિશિષ્ટ પ્રકારનો દાદર, રૂમમાં ફેલાયેલો લાલ રંગનો પ્રકાશ, રૂમની એક બાજુની દીવાલ પાસેની ફાયરપ્લેસ વગેરે બધી બાબતો પુસ્તકમાં વર્ણવાઈ છે એ જ પ્રમાણે જોવા મળે છે. કૉટેજ જેવી રૂમમાં છ સિંગલ સાઇઝ અને ચાર પોસ્ટર સાઇઝ બેડ છે. સ્ટેઇન્ડ ગ્લાસ, મીણબત્તીઓ, મૅજિકલ ડૉર્મિટરી વગેરે બધું જ પુસ્તકોનાં પાનાં પરનું વર્ણન સાક્ષાત નજર સામે જોવા મળી શકે છે. એ  ગ્રિફિન્ડોર કૉમન રૂમથી થોડા અંતરે હૅરી પૉટરની કથામાં આવતું હૅગ્રીડ્સ હાઉસની પ્રતિકૃતિ પણ છે. હૅગ્રીડ્સ હાઉસની એ પ્રતિકૃતિ ગ્રાઉન્ડ્સ કીપર્સ કૉટેજ નામે ઓળખાય છે.  

yorkshire offbeat news hatke news international news