હું કોની સાથે વાતો કરું, મારી સાથે વાતો કરનાર કોઈ નથી

16 September, 2020 07:38 AM IST  |  Hampshire | Gujarati Mid-day Correspondent

હું કોની સાથે વાતો કરું, મારી સાથે વાતો કરનાર કોઈ નથી

ટોની વિલિયમ્સ

બ્રિટનના ઈસ્ટ હૅમ્પશરમાં ૭૫ વર્ષના રિટાયર્ડ ફિઝિસિસ્ટ ટોની વિલિયમ્સનાં પત્ની પૅન્ક્રિયાટિક કૅન્સરને કારણે મૃત્યુ પામ્યા પછી તેમને માટે એકાંત અસહ્ય બન્યું છે. ટોની વિલિયમ્સે ઘરની બહાર પોસ્ટર મૂક્યું છે. એ પોસ્ટર પર લખ્યું છે ‘હું કોની સાથે વાતો કરું, મારી સાથે વાતો કરનાર કોઈ નથી.’ નિઃસંતાન ટોનીનાં કોઈ સગાં પણ નજીક રહેતાં નથી. પત્ની અવસાન પામ્યા પછી એકાંતને અભિશાપ માનતા ટોનીદાદા ટેલિફોન પાસે બેસી રહે છે. તેઓ ટેલિફોનની ઘંટડી વાગવાની રાહ જોયા કરે છે. કદાચ કોઈ ફોન કરશે અને હું બે ઘડી વાતો કરીશ એવી ધારણા સાથે ટોનીદાદા ફોન પાસે બેઠા રહે છે. ટોનીએ મિત્રો બનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ કોઈ મિત્ર વાતો કરવા આવતો નથી. ટોનીના ઘર પાસેથી પસાર થનારા લોકો પણ ઓછા હોય છે. અજાણી વ્યક્તિઓને રોકીને વાતો ન કરાય, એથી ટોનીદાદાએ પોસ્ટર મૂક્યું છે. હવે તેમને એવી આશા જાગી છે કે કદાચ લોકોમાં વાત ફેલાય અને કોઈ એકાંત પર પૂર્ણવિરામ મૂકવા આવી પહોંચે. 

offbeat news hatke news international news