આ કેવો વિચિત્ર ટ્રેન્ડ છે, કેમ લોકો પોસ્ટ કરી રહ્યા છે પોતાની આવી તસવીર

12 August, 2020 07:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ કેવો વિચિત્ર ટ્રેન્ડ છે, કેમ લોકો પોસ્ટ કરી રહ્યા છે પોતાની આવી તસવીર

હાફ ફૅસ ટ્રેન્ડ

ટ્વિટર પર બિનોદ ઘણો ટ્રેન્ડિંગ ટોપિક અને સતત ચર્ચામાં પણ રહ્યો, લોકો આ અનોખા ટ્રેન્ડ્સ પર ઘણા બધા મીમ્સ અને જોક્સ બનાવવા લાગ્યા છે. બિનોદ પછી ટ્વિટર પર એક વિચિત્ર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બિનોદ બાદ હાફ-ફેસ ટ્વિટર ટ્રેન્ડ વાઈરલ થઈ રહ્યું છે. આ હેશટેગ સાથે લોકો પોતાની અડધી તસવીર શૅર કરી રહ્યા છે. આ ટ્રેન્ડ એકદમ સાડી ટ્વિટર અને કુર્તા ટ્વિટર જેવો છે. જ્યાં મહિલાઓએ #SareeTwitter હેશટેગ સાથે સાડી પહેરીને તસવીર પોસ્ટ કરી હતી. હવે આ હેશટેગ સાથે લોકો પોતાના ચહેરાની અડધી તસવીર શૅર કરી રહ્યા છે.

 

 

 

 

જ્યારે કેટલાક ટ્વિટર યૂઝર્સે પોતાના ચહેરાને હાફ કરીને તસવીર પોસ્ટ કરી છે, જ્યારે અન્ય લોકોએ તેમના ચહેરાને વિવિધ વસ્તુઓથી ઢાંકી દીધા છે- જેમાં પુસ્તકો, કાર્ડ્સ અને વધુ શામેલ છે. કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે, હવે આ ટ્વિટર ટ્રેન્ડ માટે આવશ્યક ચહેરાના માસ્ક પણ કામમાં આવ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે પોતાના અર્ધ ચહેરાના ચિત્રોને એક આર્ટ વર્ક બનાવવા માટે કેટલાક રચનાત્મક ફોટોશોપના કાર્યોનો આશરો પણ લીધો છે.

ટ્વિટર પર કોઈ ટ્રેન્ડ આવે અને એના મીમ્સ અને જોક્સ નહીં બને, એવું તો શક્ય જ નથી. લોકોએ આ હેશટેગ સાથે ફની મીમ્સ અને જોક્સ પણ શૅર કર્યા છે.

offbeat news hatke news national news twitter