30 હજાર રૂપિયા કિલો વેંચાય છે આ શાકભાજી, જાણો શું છે એમાં એવું ખાસ

28 November, 2020 06:51 PM IST  |  America | Gujarati Mid-day Online Correspondent

30 હજાર રૂપિયા કિલો વેંચાય છે આ શાકભાજી, જાણો શું છે એમાં એવું ખાસ

ગુચ્ચી શાકભાજી

સામાન્ય રીતે, જ્યાં 100-200 રૂપિયા કિલો મળનારી શાકભાજી આપણને મોંઘી લાગવા લાગે છે. જરા વિચારો કે કોઈ એવી શાકભાજી હજારો રૂપિયા કિલો મળે તો તેમ શું કરશો? હાં આ વાત તદ્દન સાચી છે, ભારતમાં જ એક એવી શાકભાજી છે, જેની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે. આજે અમે તમને એક એવી મોંઘી શાકભાજી વિશે બતાવવા જઈ રહ્યા છે, જેને ખરીદવા માટે સામાન્ય માણસ ખરીદવાનો વિચાર પણ કરી શકતી નથી. એવું તો શું હશે એ શાકભાજીમાં, જે આટલી મોંઘી છે.

હકીકતમાં આ શાકભાજીનું નામ ગુચ્ચી છે, જે હિમાલય પર જોવા મળેલી જંગલી મશરૂમ પ્રજાતિ છે. માર્કેટમાં એની કિંમત 25થી 30 હજાર રૂપિયા કિલો છે. ગુચ્ચી એ એક દુર્લભ શાકભાજી છે જે ભારતમાં જોવા મળે છે, જેની વિદેશમાં સારી માંગ છે. આ શાકભાજીના ભાવ જોઈને લોકો મજાકમાં કહે છે કે જો ગુચ્ચીનું શાક ખાવું હોય તો, બેન્કથી લોન લેવી પડશે.

ગુચ્ચીમાં જોવા મળનારા ઔષધીય ગુણ હ્રદયરોગને દૂર કરે છે. આ સિવાય આ શાકભાજી શરીરને અન્ય ઘણા પ્રકારનાં પોષણ પણ આપે છે. ગુચ્ચી એક પ્રકારની મલ્ટી-વિટામિન કુદરતી ગોળી છે. આ શાકભાજી ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ મહિનામાં જ મળે છે, જેને મોટી કંપનીઓ અને હોટેલોમાં આ શાકભાજીની ઘણી માંગ છે.

અમેરિકા, ફ્રાન્સ, યૂરોપ, સ્વિત્ઝરલેન્ડ અને ઈટાલીમાં ગુચ્ચીનું શાક લોકોને ખાવાનું પસંદ કરે છે. જોકે આ જંગલી શાકભાજીને એકત્રિત કરવા માટે જીવ જોખમમાં નાખીને પહાડ પર ખૂબ જ ઊંચાઈએ જવું પડે છે. આ શાકભાજીને વરસાદ દરમિયાન ભેગી કરીને સૂકવવામાં આવે છે, ત્યાર બાદ તેનો ખાવામાં ઉપયોગ કરી શકાય છે.

પાકિસ્તાનના હિન્દુકુશ પર્વતો પર પણ ગુચ્ચી શાકભાજી ઉગે છે. પાકિસ્તાનના લોકો તેને સૂકવીને વિદેશમાં પણ વેચે છે. આ શાકભાજી વિશે ઘણી વાર્તા પણ કહેવામાં આવે છે.

offbeat news hatke news international news