આ રેસ્ટોરાંમાં સોશ્યલ ડિસ્ટન્સ માટે સીટ પર બેસાડાશે ગ્લૅમરસ પૂતળાં

03 June, 2020 07:48 AM IST  |  Virginia | Gujarati Mid-day Correspondent

આ રેસ્ટોરાંમાં સોશ્યલ ડિસ્ટન્સ માટે સીટ પર બેસાડાશે ગ્લૅમરસ પૂતળાં

ગ્લૅમરસ પૂતળાં

અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં એક રેસ્ટોરાંમાં કોરોનાના રોગચાળાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે અનોખો ઉપાય કરવામાં આવ્યો છે. રેસ્ટોરાંની કેટલીક સીટ પર ૧૯૪૦-૧૯૫૦ના ગાળાના મૅનિકિન્સ એટલે કે પૂતળાં બેસાડવામાં આવ્યાં છે. એ પૂતળાંમાં ક્યાંક બે જણ વાતો કરતાં હોય એવું લાગે અને ક્યાંક બે જણ રોમૅન્સ કરતાં હોય એવું લાગે છે. જોકે એ પૂતળાં પણ સૌને માટે આકર્ષણ બન્યાં છે. વૉશિંગ્ટન ડીસીથી ૯૦ કિલોમીટર દૂર લિટલ વૉશિંગ્ટન વિસ્તારમાં થ્રી મિચેલિન સ્ટાર રેસ્ટોરાં બે મહિનાના ગાળા પછી ગયા ગુરુવારે ફરી ખૂલી છે. ૨૪ એકરના પરિસરમાં સુંદર બગીચા વચ્ચે એ રેસ્ટોરાં ખૂલ્યા પછી પ્રથમ તબક્કામાં ફક્ત બહારના ભાગમાં ગ્રાહકોને ઑર્ડર્સ પીરસવામાં આવશે અને અંદરનો ભાગ ગ્રાહકો માટે ખોલ્યા પછી ત્યાં એકંદર ક્ષમતાના ફક્ત ૫૦ ટકા ગ્રાહકોને પીરસવામાં આવશે. જોકે જનતા નિયંત્રણ જાળવે અને રેસ્ટોરાંની શોભા પણ વધે એ માટે કેટલાંક ટેબલ્સ ફરતેની ખુરસીઓ પર પૂતળાં બેસાડવામાં આવ્યાં છે.

offbeat news hatke news international news united states of america