કૅનેડામાં વાંસની કમી હોવાથી વાંસાહારી જાયન્ટ પાંડાને પાછા ચીન મોકલાવાયા

29 November, 2020 07:15 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

કૅનેડામાં વાંસની કમી હોવાથી વાંસાહારી જાયન્ટ પાંડાને પાછા ચીન મોકલાવાયા

જાયન્ટ પાંડા

કૅનેડાના કેલગેરી પ્રાણીસંગ્રહાલયમાં રખાયેલા બે જાયન્ટ પાંડાને કૅનેડાથી ચીન પાછા મોકલવામાં આવ્યા છે. બે દેશો વચ્ચે આવા અલભ્ય પ્રજાતિનાં પ્રાણીઓની લેવડ-દેવડ થતી રહે છે, પણ પાંડાની આ વાપસી રસપ્રદ એટલા માટે છે, કેમ કે પાંડાને પાછા મોકલવાનું કારણ વાંસ છે. વાત એમ છે કે પાંડાનો મુખ્ય આહાર વાંસ હોય છે.

પાંડાનો ૯૯ ટકા ખોરાક વાંસ હોય છે. એક પુખ્ત વયનો પાંડા દિવસમાં ચાલીસેક કિલો વાંસ ઓહિયાં કરી જાય છે. વાંસ કૅનેડામાં સહેલાઈથી ઉપલબ્ધ ન થતા હોવાથી એ દૂરથી મગાવવા પડે છે.

કોરોના રોગચાળાના વખતમાં વાંસનો પુરવઠો અનિયમિત થતાં કેલગેરી પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ ‘ઍર શુન’ અને ‘દા માઓ’ નામના બે જાયન્ટ પાંડાને તેમના મૂળ પ્રદેશ ચીનમાં મોકલવાનું મુનાસિબ માન્યું છે.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના મે મહિનાથી બન્નેને ચીન પાછા મોકલવાના પ્રયાસ થઈ રહ્યા હતા જે તાજેતરમાં સફળ થયા હતા.

canada china offbeat news hatke news international news