આને કહેવાય લગ્ન: લેવા ગયો હતો શાકભાજી, પરણીને લાવ્યો લાડી

30 April, 2020 06:10 PM IST  |  Ghaziabad | Gujarati Mid-day Online Correspondent

આને કહેવાય લગ્ન: લેવા ગયો હતો શાકભાજી, પરણીને લાવ્યો લાડી

પ્રેમી યુગલ

હાલ વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે, પણ લોકોને લૉકડાઉનમાં પણ બહાના કરીને બહાર ફરવું છે. કોઈ કૂતરાને વૉક કરાવવા તો શાકભાજી લેવા જવાને બહાને બહાર નીકળે છે, એટલે રાજ્યની પોલીસ પણ હેરાન થઈ ગઈ છે. આ લૉકડાઉન 3મે સુધી લંબાવવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે આજે એવા સમાચાર આવી રહ્યા છે જે વાંચીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

આ વાત છે ગાઝિયાબાદની લૉકડાઉન દરમિયાન એક યુવક શાકભાજી અને રાશન લેવા બજાર જાય છે, પરંતુ જ્યારે તે ઘરે પાછો ફર્યો તો તે લગ્ન કરીને પત્નીને ઘરે લઈ આવે છે. જી હાં, આ વાત પચતી નથી પણ કઈક આવું જ થયું છે ગાઝિયાબાદના સાહિબાબાદમાં.

સાહિબાબાદ શ્યામ પાર્ક એક્સટેન્શનમાં રહેનારા યુવકનો લૉકડાઉન દરમિયાન હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. શાકભાજી લેવા જવાને બહાને ઘરેથી નીકળ્યો અને તે લગ્ન કરીને પોતાની દુલ્હન સાથે તે ઘરે ફર્યો. આ જોઈને ઘરવાળા હેરાન થઈ ગયા. યુવક અને દુલ્હનને પરિવારે ઘરમાં પરિવારે એન્ટ્રી આપી જ નહીં. પોલીસે પણ યુવકનો સહયોગ કર્યો નહી. છેલ્લે તે યુવક પોતાની પત્નીને લઈને ભાડા ઘરમાં રહેવા ચાલ્યો ગયો.

યુવકે જણાવ્યું કે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે બન્ને એકબીજાને પ્રેમ કરે છે. પરિવાર આવું સાંભળતા હેરાન થઈ ગયા છે. બાદ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગયા, ત્યા કહ્યું યુવકે અને એની પ્રેમીએ ત્રણ મહિના પહેલા જ લગ્ન પોલીસ સ્ટેશનમાં કરી લીધા હતા. લૉકડાઉનને ચાલતે એમને લગ્નની અનુમતિ નહોંતી મળી રહી. તો બન્નેએ બુધવારે મંદિરમાં જઈને સવારે લગ્ન કરી લીધા હતા. મંદિરમાં પૂજારીએ એમના લગ્ન કરાવ્યા હતા.

ghaziabad offbeat news hatke news national news