આ શિયાળ છે ચંપલચોર

03 August, 2020 08:17 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

આ શિયાળ છે ચંપલચોર

આ શિયાળ છે ચંપલચોર

જર્મનીના બર્લિન શહેરના એક વિસ્તારમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી લોકાનાં ચંપલ ચોરાઈ રહ્યાં હતાં.જર્મનીની રાજધાની બર્લિનમાં ઝહલૅન્ડોર્ફ શહેરમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી લોકોનાં પગરખાં ચોરાઈ રહ્યાં હતાં. પગરખાચોરથી લગભગ આખું શહેર પરેશાન હતું. હદ તો ત્યારે થઈ જ્યારે શહેરના મેયરનાં પગરખાં પણ ચોરાઈ ગયાં. મેયરનાં પગરખાં નવાં જ હતાં એટલે દુખી હૃદયે તેમણે ફેસબુક પર પગરખાંની ચોરીની પોસ્ટ મૂકી. જોકે પોસ્ટ મૂક્યા પછી તેમને જાણ થઈ કે પગરખાચોરથી અન્ય લોકો પણ વ્યથિત છે.

મેયરે તેમને મળેલી એક ટિપના આધારે ચંપલચોરની સઘન તપાસ આદરી. જ્યારે અસલિયત ખબર પડી ત્યારે સૌને આશ્ચર્ય થયું. તપાસ કરતાં એક શિયાળ મોઢામાં પગરખાંની જોડી લઈને જઈ રહ્યું હોય એવું જાણવા મળ્યું. થોડા દિવસ પછી શિયાળનો પીછો કર્યો તો એક ચોક્કસ સ્થળે તેણે ખૂબબધાં પગરખાં સંતાડી રાખ્યાં હોવાનું જાણવા મળ્યું. શિયાળના પગરખાંના કલેક્શનમાં ફ્લિપ-ફ્લૉપ્સ, સૅન્ડલ, ક્રાક્સ અને ટ્રેઇનર્સ જેવાં વિવિધ પ્રકારનાં ૧૦૦ કરતાં વધુ પગરખાંની જોડી જોવા મળી હતી.

germany berlin offbeat news hatke news international news