ફેમસ હૉલીવુડ ફિલ્મોનાં દૃશ્યો રીક્રીએટ કરવા વિશ્વભ્રમણ કરે છે આ યુગલ

18 June, 2020 07:25 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

ફેમસ હૉલીવુડ ફિલ્મોનાં દૃશ્યો રીક્રીએટ કરવા વિશ્વભ્રમણ કરે છે આ યુગલ

આ કપલ ફેમસ હૉલીવુડ ફિલ્મોનાં દૃશ્યો રીક્રીએટ કરે છે

જર્મનીનું એક યુગલ ૩૧ વર્ષનો રૉબિન લચીન અને ૩૦ વર્ષની જુડિથ સ્નેઇડર ખૂબ જ રસપ્રદ શોખ ધરાવે છે. તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત સ્થળોની મુસાફરી કરે છે અને અહીં શૂટ કરાયેલા આઇકૉનિક મૂવીના સીન પોતાના પર ફિલ્માવે છે.

૧૦ વર્ષ પહેલાં એક મિત્રની પાર્ટીમાં મળેલાં રૉબિન અને જુડિથ છેલ્લાં છ વર્ષથી પ્રખ્યાત ફિલ્મ સ્થાનોની મુલાકાત લઈ રહ્યાં છે. શરૂઆતમાં આ તેમનો શોખ માત્ર હતો, પરંતુ પછી મિત્રોએ આ ફોટોઝ પસંદ કરતાં તેમણે આઇકૉનિક દૃશ્યો રીક્રીએટ કરી એને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લોકપ્રિયતા મેળવી પાછળથી પોતાનું પેજ શરૂ કર્યું જેને ‘સીક્રેટ ફેમસ પ્લેસ’ નામ આપ્યું. પેજના હજારો ફૉલોઅર્સ છે.

જોકે આ માત્ર તેમનો શોખ છે. વાસ્તવમાં રૉબિન એક મેકૅનિકલ એન્જિનિયર છે અને જુડિથ રેડિયો-સ્ટેશન પર કામ કરે છે. તેઓ ફક્ત ફિલ્મના શૂટિંગનાં સ્થાનોને ધ્યાનમાં રાખીને તેમના વેકેશનની યોજના બનાવે છે. જેમ કે પૅરિસમાં માત્ર આઇફિલ ટાવરની મુલાકાત લેવાના બદલે તેઓ અહીં ચિત્રિત કરાયેલાં આઇકૉનિક ફિલ્મનાં દૃશ્યો પર શોધખોળ કરીને મૂવી સીન્સ રીક્રીએટ કરે છે. અત્યાર સુધીમાં તેમણે આશરે આવાં ૭૦ દૃશ્યો ફિલ્માવ્યાં છે.

offbeat news hatke news germany international news