આ હાથી પણ છે સ્વચ્છ ભારતનો સૈનિક

31 August, 2020 08:04 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

આ હાથી પણ છે સ્વચ્છ ભારતનો સૈનિક

લૉકડાઉનમાં સોશ્યલ મીડિયાના વિડિયો પર લોકોનું વિશેષ ધ્યાન હોય છે.

લૉકડાઉનમાં સોશ્યલ મીડિયાના વિડિયો પર લોકોનું વિશેષ ધ્યાન હોય છે. તાજેતરમાં હાથીઓના કેટલાક વિડિયો તરફ નેટિઝન્સનું ઘણું આકર્ષણ જામ્યું હતું. જર્મનીના બર્લિન શહેરના પ્રાણીસંગ્રહાલયમાં પોરી નામની ૩૯ વર્ષની હાથણીની ૧૨ વર્ષના વિયોગ પછી એની પુત્રી સાથે મુલાકાતનો વિડિયો હૃદયસ્પર્શી બન્યો છે. એનાં થોડાં અઠવાડિયાં પછી મેક્સિકોના પુએબ્લા શહેરના પ્રાણીસંગ્રહાલયમાં સગર્ભા હાથણીની કૂખે નવા હાથીના જન્મના વિડિયો ચૅટિંગ-ઍપ ઝૂમ દ્વારા જીવંત પ્રસારણ અને એનો વિડિયો પણ લોકોને ખૂબ ગમ્યો હતો. કર્ણાટકના એમએમ હિલ્સ વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીના અરકનહલ્લામાં કોતરમાં પડી ગયેલા હાથીના રેસ્ક્યુ ઑપરેશનનો વિડિયો પણ જાણીતો બન્યો હતો. જોકે ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (આઇએફએસ)ના અધિકારી પ્રવીણ કાસવાને શૅર કરેલા ૩૮ સેકન્ડના વિડિયોમાં હાથીનો સ્વચ્છતાપ્રેમ ઉજાગર થાય છે. હાથી રીતસર રસ્તા પર કે મેદાનમાં પડેલા કાગળના ડૂચા કે બીજો કચરો ઉપાડીને કચરાના ડબ્બા કે મ્યુનિસિપલ સાર્વજનિક ઉકરડામાં ફેંકતો દેખાય છે. એ વિડિયોની નીચે નેટિઝન્સે લખેલી કમેન્ટ્સમાં કેટલાક લોકોએ એવું પણ લખ્યું છે કે આ હાથીને સ્વચ્છ ભારત અભિયાનનો પ્રતિનિધિ જાહેર કરવો જોઈએ.

germany berlin offbeat news hatke news international news