ભાડા પર આપવાનો ફ્લૅટ જોવા માટે 1750 લોકોની લાઇન લાગી

08 December, 2019 10:52 AM IST  |  Germany

ભાડા પર આપવાનો ફ્લૅટ જોવા માટે 1750 લોકોની લાઇન લાગી

ફ્લૅટ જોવા માટે 1750 લોકોની લાઇન લાગી

જર્મનીમાં સસ્તાં ઘર મેળવવાનું કામ કેટલું અઘરું છે એ સમજવા માટે થોડા દિવસ પહેલાંની ઘટના જાણવા જેવી છે. બર્લિન શહેરમાં ‘ઘર ભાડે આપવાનું છે’ એવી જાહેરાત કરવામાં આવી એના બીજા જ દિવસે ફ્લૅટ જોવા માટે ૧૭૫૦ લોકોની કતાર લાગી હતી. ૧૯૫૦ના દાયકામાં બંધાયેલા બિલ્ડિંગના ત્રીજા માળ પરના એ ફ્લૅટમાં કુલ ૫૪ સ્ક્વેર મીટરનો એરિયા વાપરવા મળે છે. એમાં બે રૂમ્સ અને બાલ્કની છે. ઘર કેવું છે, એ બાબત ઓછી નોંધપાત્ર છે. લોકોની કતાર લાગવાનું મુખ્ય કારણ માસિક ભાડાનો દર ૫૫૦ યુરો (અંદાજે ૪૩,૩૧૦ રૂપિયા) છે. જર્મનીની રાજધાનીના શહેરના મધ્યવર્તી વિસ્તારમાં આટલા ઓછા દરે ફ્લૅટ મળે એ અચરજની વાત કહેવાય.

આ પણ વાંચો : પપ્પાએ નાછૂટકે મોઘી કાર ખરીદવી પડે એટલે દીકરાએ કર્યું આવું કામ

એક દિવસમાં ૧૭૦૦ કરતાં વધારે લોકો ફ્લૅટ જોવા ધસારો કરશે એવી એસ્ટેટ એજન્ટને પણ ધારણા નહોતી. બહાર લાંબી લાઇન હોવાને કારણે એજન્ટે એકસાથે વીસ-ત્રીસ જણને અપાર્ટમેન્ટ જોવા બોલાવી લીધા હતા અને ઘર નાનું હોવાથી જાણે મેળાવડો ભરાઈ ગયો હોય એવું દૃશ્ય રચાયું હતું.

germany offbeat news hatke news